ટીન્નુ યાદવ માત્ર દાનચોરી જ નહોતો કરતો વીઆઈપી દર્શન માટે પૈસા પણ પડાવતો
ટીન્નુ યાદવ માત્ર દાનચોરી જ નહોતો કરતો વીઆઈપી દર્શન માટે પૈસા પણ પડાવતો
July 03, 2026 02:31 PM
અયોધ્યાના રામ મંદિરના પ્રસાદ ચોરી કેસની તપાસ દરમિયાન સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમએ વધુ એક મોટો સંકેત શોધી કાઢો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે જેની ધરપકડ કરવામાં આવી છે તે આરોપી રામશંકર યાદવ ઉર્ફે ટીનુએ તેના સાથીઓ સાથે મળીને વીઆઈપી દર્શનની આડમાં સંગઠિત ખંડણી નેટવર્ક સ્થાપ્યું હતું. એવો આરોપ છે કે આ ગેંગ ભકતો પાસેથી લાખો પિયા પડાવતી હતી અને દરરોજ એકઠા થતા પૈસા એકબીજામાં વહેંચતી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, રામ મંદિરમાં પ્રાણ પ્રતિા સમારોહ પછી ભકતોની સંખ્યામાં ઝડપથી વધારો થતાં, વીઆઈપી દર્શનની આડમાં આ ગેરકાયદેસર ખંડણી પણ મોટા પાયે શ થઈ હતી. સીટની તપાસમાં સંકેત મળ્યો છે કે ધરપકડ કરાયેલા આરોપીઓ જ નહીં, પરંતુ મંદિરના કેટલાક અન્ય કર્મચારીઓ અને બહારના લોકો પણ આ નેટવર્કમાં સામેલ હોઈ શકે છે. તપાસ એજન્સીઓ હવે તે બધાની ભૂમિકાની તપાસ કરી રહી છે.રામ મંદિરમાં દર્શન માટે અલગ અલગ વ્યવસ્થા છે. સામાન્ય ભકતોને દર્શન મેળવવા માટે લાંબી કતારોમાં રાહ જોવી પડે છે, યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્રારા જારી કરાયેલા વીઆઈપી પાસ ઓછા સમય માટે મફત દર્શન આપે છે.સીટના જણાવ્યા અનુસાર, કેટલાક વ્યકિતઓએ આ સિસ્ટમનો દુપયોગ કર્યેા હોવાનો આરોપ છે. તેમણે ભકતોને ઝડપી અને સરળ દર્શનનું વચન આપીને મોટી રકમ પડાવી હતી.