BREAKING NEWS

એપલના સીઈઓ પદ પરથી ઉતરશે ટીમ કૂક, હોન ટર્નસ નવા વડા બનશે

  • April 21, 2026 01:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વની સૌથી મોટી ટેક કંપની એપલમાં નેતૃત્વ પરિવર્તનની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી સીઈઓ તરીકે ફરજ બજાવતા ટિમ કૂક ૧ સપ્ટેમ્બરના રોજ પોતાના પદ પરથી ઉતરી જશે અને તેમની જગ્યાએ એપલના ૨૫ વર્ષનો અનુભવ ધરાવતા હોન ટર્નસ નવા સીઈઓ તરીકે કાર્યભાર સંભાળશે. ટિમ કૂક હવે કંપનીમાં એકિઝકયુટિવ ચેરમેન તરીકે સેવા આપશે.
૫૦ વર્ષના વર્ષીય ટર્નસ ૨૦૦૧માં એપલમાં જોડાયા હતા. હાલમાં તેઓ હાર્ડવેર એન્જિનિયરિંગના વડા છે અને મેક, આઈપેડ તથા એરપોડસ જેવી લેગશિપ પ્રોડકટસના વિકાસમાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. ૨૦૧૧માં સ્ટીવ જોબ્સ પાસેથી જવાબદારી સંભાળ્યા બાદ, કૂકે ૧૫ વર્ષમાં એપલની માર્કેટ વેલ્યુમાં ૩.૬ ટિ્રલિયન ડોલરનો જંગી વધારો કર્યેા છે. તેમના નેતૃત્વમાં કંપનીના શેરમાં ૨૦ ગણો ઉછાળો આવ્યો છે. નવા સીઈઓ ટર્નસ સામે એઆઈના ક્ષેત્રમાં એનવીડિયા અને મેટા જેવી કંપનીઓ સામે ટકી રહેવાનો સૌથી મોટો પડકાર હશે. ફોલ્ડેબલ ડિવાઈસ અને સ્માર્ટ ગ્લાસ જેવી નવી કેટેગરીમાં એપલને આગળ લઈ જવાની જવાબદારી પણ તેમના પર રહેશે. એપલે જોની ૌજીને ચીફ હાર્ડવેર ઓફિસર તરીકે નિયુકત કર્યા છે, યારે ટોમ મેરીબ હાર્ડવેર એન્જિનિયરિંગ ગ્રુપની જવાબદારી સંભાળશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application