છેલ્લાં ત્રણ સાડા ત્રણ વર્ષથી ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મંદિર તેમજ જવેલર્સની દુકાન, રહેણાંક મકાનોમાં ચોરીઓ કરતી ટોળકીના ત્રણ શખ્સોને રોકડ રૂ.૧૦,૦૦૦, સોના-ચાંદિના દાગીના કિ.રૂ.૧૯,૬૦૦ સહિત કુલ રૂ.૩૯,૬૦૦ ના મુદ્દામાલ સાથે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે, ભાવનગર, ગોળીબાર હનુમાનજી મંદિરની ગૌશાળાની સામે, જવાહર મેદાન (ગધેડિયા ફિલ્ડ)માં ત્રણ શખ્સો સોના-ચાંદીનાં દાગીના તથા રોકડ રકમ સાથે બેઠેલા છે.જે કયાંકથી ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા છે.જે બાતમીવાળી જગ્યાએ આવતાં રોકડ રૂપિયા,સોના-ચાંદીના દાગીનાઓ તથા મોબાઇલ ફોન સાથે હાજર મળી આવતાં તેઓની પુછપરછ કરતાં તે અંગે ફર્યું- ફર્યું બોલી કોઇ સંતોષકારક જવાબ આપતા નહિ હોવાથી નીચે મુજબની મળી આવેલ તમામ વસ્તુઓ શક પડતી મિલ્કત તરીકે કબ્જે લઇ ત્રણેય પાસેથી મળી આવેલ સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તથા મોબાઇલ ફોન બાબતે આગવી ઢબે પુછપરછ કરતાં આ શખ્સો અને તેના પકડવાના બાકી અલગ-અલગ સાગરીતો સાથે મળી છેલ્લા ત્રણેક વર્ષમાં ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના મોટા શીતળામાંના મંદિર પાસે આવેલ ખોડિયાર જવેલર્સ, અકવાડા,સીતારામ હોસ્પીટલ પાછળ, કાળીયાબીડમાં આવેલ અષ્ટવિનાયક ગણેશજીના મંદિરે, કાળીયાબીડ, સાગવાડીમાં રહેણાંક મકાન, શ્રી વલ્લ્ભ સોસાયટી,ટોપ થ્રી સર્કલ પાસે રહેણાંક મકાન, ભરતનગર રીંગ રોડ, વૃંદાવન રેસ્ટોરન્ટવાળા ખાંચામાંથી મોટર સાયકલ, અકવાડા ગામે માતૃધામ મંદિરમાં, અધેવાડા ગામે,ચંદ્દ પાર્ક-૩ પાસે રહેણાંક મકાનમાં, સીદસર રોડ ઉપર આવેલ ઇમ્પીરીયલ હાઇટ્સની સામે આવેલ વિહોતમાના મઢમાંથી, સીદસર રોડ ઉપર આવેલ આયુર્વેદિક કોલેજની ઓફિસમાંથી તથા તરસમીયા રોડ, બાપા સીતારામ સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતાં દિનેશ ઉર્ફે દિનો સુવરસીંગ માનસીંગ અમલ્યાર (ઉ.વ.૩૧ ધંધો-કડીયા કામ રહે.મુળ-કાકડવા, તા.ટાંડા, જી.ધાર રાજય-મધ્ય પ્રદેશ), મહેરસીંગ ઉર્ફે મહેરૂ જેરામ રામસીંગ ભુરીયા (ઉ.વ.૩૦ ધંધો-ખેત મજુરી રહે.મુળ-કાકડવા,તા.ટાંડા, જી.ધાર રાજય-મધ્ય પ્રદેશ. હાલ-જેરામભાઇ કાનજીભાઇ બ્રાહ્મણની વાડીમાં, ભોદ તા.રાણાવાવ, જી.પોરબંદર) અને પ્યારૂ ભુરલા મસાનીયા (ઉ.વ.૨૫ ધંધો-ખેત મજુરી રહે.મુળ-જાઇ, તા.ટાંડા, જી.ધાર, રાજય-મધ્ય પ્રદેશ હાલ- થોરાળા ગામના પાટીયા પાસે ચુનાની ફેકટરીમાં,સાચાપરની બાજુમાં, મોરબી)ને ઝડપી લીધા હતા. સોના-ચાંદીના દાગીના કિ.રૂ.૧૯,૬૦૦/-,રોકડ રૂ.૧૦,૦૦૦ અને મોબાઇલ ફોન-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦, મળી કુલ રૂ.૩૯,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આરોપીઓ સામે ઘોઘા રોડ પોલીસ મથકના ગુ.ર.નં.૨૧૬૮/૨૦૨૨ ઇ.પી.કો.કલમ:-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ, નિલમબાગ પોલીસ મથકના ગુ.ર.નં.૦૧૫૪/૨૦૨૩ ઇ.પી.કો.કલમ:-૪૫૭,૩૮૦ મુજબ, નિલમબાગ પોલીસ મથકના ગુ.ર.નં.૦૫૮૪/૨૦૨૩ ઇ.પી.કો.કલમ:-૪૫૭,૩૮૦ મુજબ, ભરતનગર પોલીસ મથકના ગુ.ર.નં.૦૬૯૯/૨૦૨૩ ઇ.પી.કો.કલમ:-૩૭૯ મુજબ તેમજ ભરતનગર પોલીસ મથકના ગુ.ર.નં.૦૬૯૩/૨૦૨૩ ઇ.પી.કો.કલમ:-૪૫૭,૩૮૦ મુજબ ના ગુન્હા નોંધાયા છે. જ્યારે મજકુર ઇસમ દિનેશભાઇ ઉર્ફે દિનો સુવરસીંગ માનસીંગ અમલ્યાર ઘોઘા રોડ પોલીસ મથકના ગુ.ર.નં.૦૩૩૫/૨૦૨૪ ઇ.પી.કો.કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના ગુન્હામાં ફરાર છે. કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ તથા સ્ટાફના વિઠ્ઠલભાઇ બારૈયા, મહેન્દ્દભાઇ ચૌહાણ, ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદીયા, અનિરૂધ્ધસિંહ ડાયમા, સંજયભાઇ ચુડાસમા, પ્રજ્ઞેશભાઇ પંડયા, હસમુખભાઇ પરમાર તેમજ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ જોડાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામા કલાકાર સાગર પટેલ અને કાજલ મહેરીયા વચ્ચે વિવાદ, જામનગરમાં સાગર પટેલે પ્રતિક્રિયા આપી
January 09, 2025 07:24 PMભાણવડ તાલુકાના પાછતરડી ગામના ખેડૂતોની જમીન પર કંપનીઓનો ગેકાયદેસર કબ્જાનો આક્ષેપ
January 09, 2025 06:21 PMજામનગરમાં પોલીસ ભરતી માટે બે મહિના સુધી 80000 થી વધારે ઉમેદવારો શારીરિક પરીક્ષા ભરતી આપશે
January 09, 2025 06:13 PMબાળકોને સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી થતી અસરોને લઈને રાજ્ય સરકાર ગાઈડલાઈન જાહેર કરશે
January 09, 2025 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech