નવાપરા, ગુરૂદ્વારા નજીક જુગાર રમી રહેલા ત્રણ શખ્સ ઝડપાયા

  • October 07, 2024 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નવાપરા, ગુરૂદ્વારા નજીકથી જાહેરમાં જુગાર રમી રહેલા ત્રણ શખ્સને એલસીબીએ રોકડ રૂ.૧૧,૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ભાવનગર,એલ.સી.બી.ના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન પો.હેડ કોન્સ. રાજેન્દ્દસિંહ સરવૈયાને બાતમી મળેલ કે, નવા ગુરુદ્ર્વારા સામે, ખુલ્લા પ્લોટમાં જાહેર જગ્યામાં માણસો ભેગા થઇ કુંડાળુ વળી હાથકાંપનો હારજીતનો જુગાર રમે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં હાથકાંપનો હારજીતનો જુગાર રમતાં  ગોવિંદ કિશોરભાઇ સોલંકી (ઉ.વ.૨૦ રહે.ખુલ્લા મેદાનમાં ઝુપડામાં, નવા ગુરુદ્વારા સામે,ભાવનગર),   છત્રસિંહ બાબુભાઇ પરમાર (ઉ.વ.૫૫ રહે.હાલ-લીંબડીયુમાં ફલેટની ઓરડીમાં,ભાવનગર મુળ-બદલપુર તા.ધુવારણ જી.આણંદ) અને વલ્લભ વનાભાઇ મોણપરીયા (ઉ.વ.૩૫ રહે.ભરતભાઇની દુકાન પાસે,સીદસર ૨૫ વારીયા, ભાવનગર)ને રોકડ રૂ.૧૧,૨૦૦ મળી કુલ કિ.રૂ.૧૧,૨૦૦ના  મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના  માર્ગદર્શન હેઠળ અને સ્ટાફના રાજેન્દ્દસિંહ સરવૈયા, બાવકુદાન કુંચાલા, વિરેન્દ્દસિંહ ઘનશ્યામસિંહ અને  માનદિપસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application