ધોલેરા-વટામણ રોડ પર પીપળી ગામ નજીક આજે પુરપાટ ઝડપે જઇ રહેલા બે ટ્રક ધડાકાભેર અથડાતાં ટ્રકમાં સવાર ત્રણ લોકોને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નિપજયા હતાં. ઘટનાની જાણ થતા ધંધુકા અને વટામણ સહિતની ૧૦૮ અને પોલીસ કાફલો દોડી ગયો હતો. ટ્રક અને ટ્રકમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા તેમજ મૃતકોની ઓળખવિધિ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સ્થળ પર જ મૃત્યુ પામેલાઓમાં બાલાભાઇ ભરતભાઇ રાઠોડ (ઉ.વ.૪પ રહે. રામનાથ, જુના સિહોર જિ.ભાવનગર), ધિ‚ભાઇ રતનજી પરમાર (ઉ.વ.૩૭, રહે. કાજાવદર તા. સિહોર જિ.ભાવનગર) તેમજ બનસ્વ‚પન રામલખન મહેતા (ઉ.વ.૬૬ રહે. બિહાર) હોવાનું ખુલ્યું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે બન્ને ટ્રકના ફુરચા ઉડ્યા હતાં. ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જાતા ધોલેરા વટામણ રોડ પર બન્ને સાઇડ ટ્રાફિકજામ સર્જાયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી હતી જો કે પોલીસે સત્વરે અકસ્માતગ્રસ્ત ટ્રકોને ખસેડી ટ્રાફિકને પુર્વત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભુપેન્દ્રસિંહ ઝાલા દરરોજ નવા સીમ કાર્ડ ખરીદતો હતો, આશરો આપનાર કિરણસિંહની પણ અટકાયત
December 28, 2024 04:43 PMવાલીઓ માટે ચેતવારૂપ કિસ્સોઃ મહીસાગરમાં સ્કૂલમાંથી રમવા આપેલા રમકડાની બેટરી ફાટતા બાળકે આંખ ગુમાવી
December 28, 2024 04:37 PMસુપ્રીમ કોર્ટ પંજાબ સરકાર પર ભડકી કહ્યું- કેટલાક ખેડૂત નેતાઓ ઈચ્છે છે કે દલ્લેવાલ મરી જાય!'
December 28, 2024 04:16 PMનીતીશ કુમાર હોશમાં નથી અધિકારીઓ સરકાર ચલાવી રહ્યા છે: તેજસ્વી યાદવ
December 28, 2024 03:58 PMમેલબોર્નમાં ૮ છગ્ગાના રેકોર્ડ અને શતક સાથે રેડ્ડીએ ભારતને ફોલોઓનથી બચાવ્યું
December 28, 2024 03:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech