ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા રૂ.6000 કરોડના બીઝેડ ગ્રુપના કૌભાંડ કેસના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાને 34 દિવસ બાદ ધડ્પક્ડ કરવામાં આવી છે. આ કેસમાં છેલ્લા એક મહિનાથી એક પછી એક મોટા ખુલાસા થઇ રહ્યા છે. શુક્રવારે મહેસાણાના દવાડા ખાતે આવેલા ફાર્મ હાઉસમાંથી ભુપેન્દ્ર સિંહ ઝાલાની ધરપકડ બાદ પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે.
ચોંકાવનારી વાત એ છે કે તે અરવલ્લી થઇને મધ્યપ્રદેશ ભાગી ગયો હતો અને ત્યારબાદ રાજસ્થાન ગયો હતો અને ત્યારબાદ તે બનાસકાંઠા અને મહેસાણા પહોંચ્યો હતો. ભારતના અલગ અલગ રાજ્યો અને જિલ્લાઓમાં નાસતો ફરતો હતો. આ દરમિયાન તે વિવિધ હોટલો અને ફાર્મ હાઉસમાં રોકાયો હતો.
એટલું જ નહી પોલીસ ધરપકડથી બચવા માટે તે દરરોજ નવા સીમકાર્ડ ખરીદતો, પરિવાર અને મળતીયા સાથે વાતચીત કરતો હતો. ભુપેન્દ્રસિંહ ઝાલા કોના સંપર્કમાં હતો તે મામલે પૂછપરછ કરાઇ રહી છે. ભુપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનાર કિરણસિંહ અને તેની પ્રેમિકા પી.આઇ.ની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. કિરણસિંહ ના ફાર્મ હાઉસમાં આ કૌભાંડી રોકાયો હતો.
ભુપેન્દ્રસિંહ ઝાલા છેલ્લાં એક મહિનાથી ફરાર હતો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં BZ ફાયનાન્સના નામે અલગ અલગ કંપનીઓ બનાવી ઑફિસો શરુ કરી રોકાણ પર બમણાં વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું મહાકૌભાંડ આચરનાર ભુપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લેવામાં અંતે સીઆઇડી ક્રાઇમને સફળતા મળી છે. ભુપેન્દ્રસિંહ ઝાલા છેલ્લાં એક મહિનાથી ફરાર હતો. તેને ઝડપી લેવા માટે પોલીસની અલગ અલગ ટીમને કામગીરી સોંપવામાં આવી હતી. આ દરમિયાન તેને ટેકનીકલ સર્વલન્સને આધારે મહેસાણા જિલ્લાના વિસનગર નજીક આવેલા દવાડા ગામના એક ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરાતાં હવે આ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાના છે.
શરણ આપનાર કિરણસિંહ ચૌહાણની અટકાયત
ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા રૂ.6000 કરોડના BZ ગ્રૂપના કૌભાંડ કેસમાં એક પછી એક ધરપકડનો દૌર ચાલી રહ્યો છે. ભુપેન્દ્રસિંહના ભાઈ રણજીતસિંહ અને દરજી સહિતના સાત આરોપીઓની ધરપકડ બાદ હવે મહા કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાને શરણ આપનાર કિરણસિંહ ચૌહાણની CID ક્રાઇમે અટકાયત કરી છે. કિરણસિંહની આ કૌભાંડમાં સંડોવણી છે કે નહીં તે અંગે પોલીસ તપાસ કરશે. કિરણસિંહે ભુપેન્દ્રસિંહ ઝાલાને શરણ આપી મદદ કરી હોવાથી તેને આરોપી તરીકે પોલીસ લઈ શકે છે. CID ક્રાઇમે આ કૌભાંડ મામલે પૂછપરછ કરી તપાસ કરી રહી છે.
ભુપેન્દ્રસિંહને શરણ આપી છૂપાવવામાં મદદ કરનાર કિરણસિંહની પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે. મહેસાણાના દવાડા નજીક તેના જ ફાર્મ હાઉસ ઉપરથી કિરણસિંહની અટકાયત કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો
સમગ્ર મામલામાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ એકના ત્રણ ગણા નાણાં કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભુપેન્દ્રસિંહ ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પૂરતું જ નાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખું નેટવર્ક ઊભું કર્યું હતું અને કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભુપેન્દ્રસિંહે પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતો ઊભી કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech