મેલબોર્નમાં ૮ છગ્ગાના રેકોર્ડ અને શતક સાથે રેડ્ડીએ ભારતને ફોલોઓનથી બચાવ્યું

  • December 28, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોર્ડર–ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪–૨૫માં નીતિશ કુમાર રેડ્ડીએ ઇતિહાસ રચ્યો છે. નીતિશ કુમાર રેડ્ડી આ શ્રેણીમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટસમેન બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં કોઈ મુલાકાતી બેટસમેન દ્રારા સંયુકત રીતે સૌથી વધુ સિકસર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. રેડ્ડીએ આ સિરીઝમાં અત્યાર સુધી ૮ સિકસર ફટકારી છે. રેડ્ડી પહેલા માઈકલ વોને ઓસ્ટ્રેલિયામાં ૨૦૦૨–૨૦૦૩ની એશિઝ સિરીઝ દરમિયાન ૮ સિકસર ફટકારી હતી. ક્રિસ ગેલ ૨૦૦૯–૨૦૧૦માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં ૮ છગ્ગા ફટકારવામાં સફળ રહ્યો હતો.રેડ્ડી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી દરમિયાન ૮ છગ્ગા મારનાર પ્રથમ ભારતીય બની ગયો છે. હવે એક સિકસર માર્યા બાદ રેડ્ડી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ સિકસર મારવાનો વલ્ર્ડ રેકોર્ડ બનાવશે. આ સમગ્ર શ્રેણીમાં નીતિશ કુમાર રેડ્ડીએ પોતાની બેટિંગથી ચાહકોના દિલ જીતી લીધા છે. રેડ્ડીએ ચોક્કસપણે ૪૧, ૩૮, ૪૨, ૪૨, ૧૬ અને સદી ફટકારીને એક મહાન સિદ્ધિ હાંસલ કરી છે. રેડ્ડી ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટમાં નંબર ૮ પર બેટિંગ કરીને સદી ફટકારનાર એકમાત્ર ભારતીય બેટસમેન બની ગયો છે.
બોર્ડર–ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪–૨૫માં યારે પણ ભારતીય ટીમ મુશ્કેલીમાં આવી છે, ત્યારે નીતિશ કુમાર રેડ્ડીએ ભારતને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી છે. હવે ફરી એકવાર રેડ્ડીએ મેલબોર્ન ટેસ્ટમાં ભારતીય ટીમ માટે એવી ઇનિંગ રમી છે જેણે ભારતને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં મદદ કરી છે.
 નીતિશ કુમાર રેડ્ડીએ પોતાની બેટિંગથી બતાવ્યું છે કે કેવી રીતે ઓસ્ટ્રેલિયન બોલરોનો સામનો કરી શકાય છે. રેડ્ડીએ આ શ્રેણીમાં ૨૦૦થી વધુ રન બનાવ્યા છે. રેડ્ડીએ પોતાને એક ઉત્તમ ઓલરાઉન્ડર તરીકે સાબિત કર્યા છે.ભારતે ૧૯૧ના સ્કોર પર છઠ્ઠી વિકેટ ગુમાવી હતી ત્યારે નીતિશ રેડ્ડી બેટિંગ કરવા આવ્યો હતો. તે સમયે ટીમ ઈન્ડિયાને ફોલોઓન બચાવવા માટે ૮૪ રનની જર હતી. રવિન્દ્ર જાડેજા પણ જલ્દી જ આઉટ થઈ ગયો હતો, પરંતુ તે પછી નીતીશે વોશિંગ્ટન સુંદર સાથે બનાવેલી ૧૨૭ રનની ભાગીદારીથી ટીમ ઈન્ડિયાને હારની પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં મદદ મળી. તમને જણાવી દઈએ કે નીતિશ આ સિરીઝમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application