રામવન બહાર ફૂડ પાર્ક, અંદર ત્રણ ફૂડ કોર્ટ શરૂ થશે

  • September 01, 2023 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખાણી પીણીની સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોવાને કારણે હાલ સુધી રામ વન ફરવા નહીં જતા રાજકોટના ૨૦ લાખ શહેરીજનો માટે ખુશ ખબર છે કે હવે મહાપાલિકા રામ વનની બહાર એક વિશાળ ફડ પાર્ક બનાવશે અને રામ વનની અંદર ત્રણ ફડ કોર્ટ કાર્યરત કરશે.રાજકોટ મહાપાલિકા દ્રારા રાય સરકારની સહાયથી નિર્મિત રામ વન ધ અર્બન ફોરેસ્ટમાં સુવિધાઓના અભાવે સહેલાણીઓની સંખ્યા વધવાને બદલે ઉત્તરોત્તર ઘટવા લાગી હોવાનો વિસ્તૃત અહેવાલ આજકાલ દૈનિકમાં પ્રસિધ્ધ થયા બાદ રાજકોટ મહાપાલિકા તત્રં જાગ્યું છે અને હવે રામ વન બહાર એક ફડ પાર્ક અને રામ વનની અંદર ત્રણ ફડ કોર્ટ કાર્યરત કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ દ્રારા દરખાસ્ત કરાઇ છે, જે અંગે આવતીકાલે બપોરે મળનારી મિટિંગમાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ દ્રારા નિર્ણય લેવામાં આવશે.


વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન પુષ્કરભાઇ પટેલએ જણાવ્યું હતું કે વોર્ડ નં.૧૫માં આવેલા રામ વન બહારની ૪૩૦ ચોરસ મીટર જમીનમાં વિશાળ ફડ પાર્ક બનાવાશે યાં આગળ સહેલાણીઓને શહેરની હોટેલ્સ અને રેસ્ટોરન્ટસમાં ઉપલબ્ધ હોય તેવી તમામ વાનગીઓ મળશે. રામ વનના પ્રવેશ દ્રાર નજીકની બહારની વિશાળ ખુલ્લી જગ્યામાં ફડ પાર્કનું નિર્માણ કરાશે. કુલ .૫૦ લાખના ખર્ચે અહીં ફડ પાર્ક ઉપરાંત આ જગ્યામાં પેવિંગ બ્લોક નાખવા તેમજ ટોઇલેટ બ્લોક બનાવાશે.તદ્દ ઉપરાંત અર્બન ફોરેસ્ટની અંદર નિર્માણ કરાયેલા અને હાલ સુધી કાર્યરત નહીં થયેલા ત્રણ ફડ કોર્ટનું પણ ટેન્ડર પ્રક્રિયાને અંતે સંચાલન ખાનગી એજન્સીને સોંપવા દરખાસ્ત કરાઇ છે તે અંગે આવતીકાલે નિર્ણય કરાશે. આગામી દિવસોમાં સમયાંતરે જેમ જરિયાત જણાય તેમ રામ વનમાં વધુને વધુ સુવિધાઓ ઉમેરવાનું ભાવિ આયોજન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ડિસેમ્બર માસમાં વિધાનસભા ચૂંટણી પુર્વે રામવન ધ અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ થયું હતું. લોકાર્પણ થયાના ૮ મહિના બાદ પણ તેમાં કોઈ સુવિધાઓનું નિર્માણ કરાતું ન હોય શહેરમાંથી જેટલા સહેલાણીઓ પ્રધુમન પાર્ક ઝુ ખાતે ફરવા જાય છે તેટલા સહેલાણીઓ રામવન જતા ન હતા. ખાસ કરીને ઘરેથી ખાણીપીણીના પદાર્થેા લઈ જતાં શહેરીજનોને રામવનમાં પ્રવેશ અપાતો ન હોય તેના લીધે પણ ભારે મુશ્કેલી થતી હતી. અલબત આ પ્રતિબધં તો હજુ ચાલુ જ રહેશે પરંતુ રામવનની બહારના ફુડ પાર્કમાં પંજાબી, ચાઈનીઝ, ગુજરાતી, સાઉથ ઈન્ડીયન તેમજ ફાસ્ટફુડ સહિતનું તમામ પ્રકારનું ફુડ મળશે. જયારે અંદરના ત્રણ ફુડ કોર્ટમાં ફકત પર્યાવરણને નુકસાન ન થાય તેવા જ ફુડનું વેચાણ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application