બેટ દ્વારકામાં હનુમાન દાંડી રોડ પાસે શનિવારે રાત્રિના સમયે સ્થાનિક પી.આઈ. કે.એસ. પટેલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પસાર થતા જી.જે. 37 એફ 8943 નંબરના એક એકટીવા મોટરસાયકલને પોલીસે અટકાવી, ચેકિંગ કરતા તેમાંથી વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની 11 બોટલ તેમજ 31 ચપલા સહિત કુલ 42 બોટલો મળી આવી હતી. આથી પોલીસે રૂ. 10,832 ની કિંમતના પરપ્રાંતીય શરાબ તેમજ રૂ. 15,000 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન અને રૂપિયા 30 હજારની કિંમતના એકટીવા મોટરસાયકલ સાથે રવિ માલાભાઈ ખાંભલા, સંજય સામજીભાઈ પરમાર અને વિવેક કિશોરભાઈ ધાવરીયા નામના ત્રણ શખ્સોની અટકાયત કરી, કુલ રૂપિયા 55,832 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે અંગે બેટ દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech