BREAKING NEWS

સલાયા નજીક વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા: એક ફરાર

  • December 18, 2025 11:40 AM 



ખંભાળિયા વિસ્તારના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પી.આઈ. વી.એ. રાણાના વડપણ હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.


જેમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સલાયાના કોન્સ્ટેબલ ઓમદેવસિંહ જાડેજા, પીઠાભાઈ જોગલ અને વિપુલભાઈ ડાંગરને મળેલી બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના ચાર બારા ગામના રોડ પરથી રાત્રીના આશરે બે વાગ્યાના સમયે પસાર થતી મારુતિ સુઝુકી આર્ટિગા તેમજ સ્વીફ્ટ ડિઝાયર મોટરકારમાં વિદેશી દારૂના કટીંગ સમયે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.


આ દરોડામાં પોલીસે ૧,૨૪,૬૫૬ ની કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ ૧૮૦ બોટલ પોલીસને હાથ લાગી હતી. આ પ્રકરણમાં પોલીસે રૂ. નવ લાખની કિંમતની બે મોટરકાર, ૧.૨૫ લાખની કિંમતનો વિદેશી દારૂ અને રૂપિયા ૯૦ હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ ૧૧,૧૪,૬૫૬ ના મુદ્દામાલ સાથે જામનગરના ગાંધીનગર ખાતે રહેતા કરણસિંહ લાલુભા ગોહિલ અને પ્રેમ ભીખુભાઈ ગોસાઈ તથા જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા જયદીપસિંહ નરેન્દ્રસિંહ ઝાલા નામના ત્રણ શખ્સોની અટકાયત કરી હતી.
​​​​​​​

જ્યારે આ દરોડા દરમ્યાન જામનગરનો રહીશ શક્તિસિંહ ઉર્ફે પિન્ટુ જાડેજા નાસી છૂટવામાં સફળ થયો હતો. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે સલાયા મરીન પોલીસે તમામ ચાર શખ્સો સામે પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application