સની અને ઐશ્વર્યાની આ ફિલ્મ ક્યારેય રીલીઝ જ ન થઇ

  • January 11, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કરોડોના ખર્ચે વર્ષ 1997માં પહલાજ નિહલાનીના નિર્દેશનમાં બની હતી ફિલ્મ ઇન્ડિયન

વર્ષો પહેલાં સની દેઓલ અને ઐશ્વર્યા રાયની જોડીને ચમકાવતી એક ફિલ્મ બની હતી. આ ફિલ્મ બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો હતો. પરંતુ તેમ છતાં એક કારણના લીધે આજ સુધી રિલીઝ થઈ શકી નથી.કરોડોના ખર્ચે વર્ષ 1997માં પહલાજ નિહલાનીના નિર્દેશનમાં બની હતી ફિલ્મ ઇન્ડિયન. ધર્યા કરતા વધુ ખર્ચ થઇ જતા આ ફિલ્મ અટકાવી દેવી પડી.

એક ફિલ્મ બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ અને અનેક લોકોની મહેનત હોય છે. એક ફિલ્મ બનાવવા પાછળ સૌથી વધુ ખર્ચ થતો હોય છે. તેવામાં જો આ ફિલ્મ રિલીઝ ન થાય તો ? જાણીને નવાઈ લાગશે પરંતુ હકીકતમાં વર્ષો પહેલાં સની દેઓલ અને ઐશ્વર્યા રાયની જોડીને ચમકાવતી એક ફિલ્મ બની હતી. આ ફિલ્મ બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો હતો. પરંતુ તેમ છતાં એક કારણના લીધે આજ સુધી રિલીઝ થઈ શકી નથી.


સની દેઓલ અને ઐશ્વર્યા રાયની આ ફિલ્મનું નામ ઇન્ડિયન હતું આ એક બિગ બજેટ ફિલ્મ હતી. આ ફિલ્મમાં બંને કલાકારો અલગ જ રોલ નિભાવવાના હતા. ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું અને ગીતથી લઈને બધું જ નક્કી હતું પરંતુ અચાનક જ ફિલ્મ અટકી ગઈ. આ ફિલ્મ અંગે સની દેઓલે એક શો દરમિયાન ખુલાસો કર્યો હતો. જેના વિશે સાંભળીને બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.


વર્ષ 1997માં પહલાજ નિહલાનીના નિર્દેશનમાં આ ફિલ્મ બની હતી. ફિલ્મના ગીતો શૂટિંગ થઈ ગયું હતું અને ફિલ્મનું શૂટિંગ પણ ચાલી રહ્યું હતું. પરંતુ અડધું શૂટિંગ થયું ત્યાં સુધીમાં જ ફિલ્મમાં અનુમાનિત બજેટ કરતાં વધારે ખર્ચ થઈ ગયો. જેના કારણે ફિલ્મ મેકર્સે શૂટિંગ બંધ કરી દેવાનો નિર્ણય લીધો. ત્યાર પછી ઇન્ડિયન ફિલ્મ પર ફરી ક્યારે કામ ન થયું અને તે ફિલ્મ રિલીઝ ન થઈ.


સની દેઓલ અને ઐશ્વર્યા રાયની જોડી ચમકાવતી આ ફિલ્મ જો રિલીઝ થઈ હોત તો નવા નવા રેકોર્ડ સર્જાયા હોત. પરંતુ આવું થઈ શક્યું નહીં. કરોડો રુપિયા અડધી ફિલ્મમાં જ ખર્ચાઈ ગયા તેના કારણે આ ફિલ્મ અટકી ગઈ. જોકે આ ફિલ્મ એવી છે જેની એક પણ ક્લિક પણ ઉપલબ્ધ નથી. આ સમય ઐશ્વર્યા રાયની કારકિર્દીનો પણ શરૂઆતનો સમય હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application