ચોર ચેન્નાઈથી ટ્રેનમાં નોઈડા ચોરી કરવા આવતો , ૮૦ લેપટોપ અને ૧૫૦ ફોન કબજ

  • November 23, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



નોઈડા પોલીસે એક હાઈટેક ચોરની ધરપકડ કરી છે જે ચોરી કરવા માટે ખાસ ટ્રેન પકડી નોઈડા આવતો અને લેપટોપ તેમજ મોબાઈલ જેવા હાઈટેક સાધનોની ચોરીમાં જ રસ દાખવતો.આ ચોર ચેન્નાઈનો રહેવાસી છે. તે નોઈડામાં પીજી અને ઘરોમાંથી ચોરી કરતો હતો. પોલીસે તેની પાસેથી ચોરીના ૮૦ લેપટોપ અને ૧૫૦ મોબાઈલ ફોન કબજે કર્યા હતા. ચોરને હિન્દી સમજાતું ન હતું. પોલીસે અનુવાદકની મદદથી તેની પૂછપરછ કરી હતી. ચોરીનો મૂળમાં વેચીને આખી ગેંગ પરત આવી જતી અને બીજી જગ્યાએ ત્રાટકતી.
સેકટર–૧૨૬ પોલીસે તાજેતરમાં એક ગુનેગારની ધરપકડ કરી જે અહીં ચેન્નાઈથી આવ્યો હતો અને પીજી અને ઘરોમાંથી ચોરી કરી હતી. તેની પાસેથી ત્રણ ચોરાયેલા લેપટોપ, સાત મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ મળી આવી છે. એસીપી પ્રવીણ કુમાર સિંહે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા ગુનેગારનું નામ સરધી છે.
સારધી તમિલનાડુની રહેવાસી છે. તાજેતરમાં તેણે સેકટર–૧૨૬માં જ ચોરીના છ બનાવોને અંજામ આપ્યો છે. પૂછપરછ દરમિયાન તેના ઘણા સહયોગીઓ વિશે માહિતી મળી છે. તેમના વિશે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તેની પણ ધરપકડ કરવામાં આવશે.
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ ગુનેગાર સારધી ન તો હિન્દી સમજી શકતો હતો કે ન તો બોલી શકતો હતો. પોલીસે તેના શબ્દો સમજવા માટે અનુવાદકને બોલાવવો પડો. યારે અમે તેની સાથે વાત કરી તો ગુનેગારે જણાવ્યું કે ચેન્નાઈથી આવ્યા બાદ તે આનદં વિહારમાં ઈડીએમ મોલ પાસે લગભગ ૨૦ દિવસ રોકાયો હતો. તેના કેટલાક સાગરિતો પણ હતા જેઓ જુદા જુદા વિસ્તારોમાં ગુનાઓ આચરતા હતા. પોલીસ હવે આ સમગ્ર ગેંગ વિશે માહિતી મેળવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application