વર્ષની શરુઆતમાં માત્ર 3 અભિનેતાની ચર્ચા થઈ હતી. અક્ષય કુમાર, અજય દેવગન અને કાર્તિક આર્યન પરંતુ બોલિવુડની આ અભિનેત્રીઓ પાસે મોટા બજેટની ફિલ્મો છે. ટુંક સમયમાં મોટા પડદા પર અભિનેતાઓને પરસેવો છોડાવી દેશે આ અભિનેત્રીઓ.ગત્ત વર્ષ બોલિવુડ માટે શાનદાર રહ્યું છે. દુનિયાભરમાં 3 મોટા સ્ટારનું નામ ચર્ચામાં રહ્યું હતુ પરંતુ હવેના વર્ષો અભિનેત્રીઓના છે. જે પોતાની કાબેલીયતના જોરે અભિનેતાઓ ની ઊંઘ હરામ કરી દેશે તેમાં બે મત નથી.
દિપીકા પાદુકોણ, કિયારા અડવાણી, જાહ્નવી કપૂર, આલિયા ભટ્ટ અને તૃપ્તિ ડિમરી આ પાંચ અભિનેત્રીઓ છે કે જેમની પાસે મોટા પ્રોજેકટ છે. મોટા બજેટની ફિલ્મ પણ રિલીઝ થશે.
જાહ્નવી કપૂર પાસે 7 ફિલ્મ
આ વર્ષે જાહ્નવી પાસે કુલ 7 મોટી ફિલ્મો છે, આ વર્ષ તેમના માટે શાનદાર રહેવાનું છે. તેમણે મોટા બજેટની ફિલ્મો સાઈન કરી છે જેમાં શરુઆત દેવરા ફિલ્મથી થશે. તે જૂનિયર એનટીઆરની સાથે સાઉથમાં ડેબ્યુ કરશે. તેમજ અન્ય ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. આ વર્ષે જાહ્નવી માટે મોટા બજેટની ફિલ્મ લઈને આવ્યું છે.
તૃપ્તિ દીમ્રી મચાવશે હલચલ
રણબીર કપૂરની 'એનિમલ'ને તૃપ્તિને રાતોરાત નેશનલ ક્રશનો ટેગ મળી ગયો. ગયા વર્ષના છેલ્લા મહિનાથી લઈને નવા વર્ષના 5 મહિના સુધી તે ખુબ ચર્ચામાં રહી હતી. હવે તેની પાસે મોટા બજેટની ફિલ્મો આવી ચુકી છે. આ લિસ્ટમાં પહેલું નામ મેરે મહબુબ મેરે સનમ છે. તેમજ ભુલ ભુલૈયા 3, તુ આશિકી હૈ, ધડક 2, ત્યારબાદ એનિમલ પાર્ક માં જોવા મળી શકે છે.
દીપિકા પાદુકોણ પ્રભાસની સાથે કલ્કિમાં જોવા મળશે
હવે દીપિકા પાદુકોણને લોકો લેડી શાહરુખ ખાનના નામથી બોલાવે છે.ગત્ત વર્ષ બંન્ને સ્ટાર માટે સારું રહ્યું કારણ કે, બંન્ને પાસે 1000 કરોડની ફિલ્મ હતી. ફાઈટર રિલીઝ થઈ ચુકી છે હવે પ્રભાસની સાથે કલ્કિમાં જોવા મળશે. તેમજ સિંધમ અગેનમાં પણ તેનો રોલ મહત્વનો છે. આ સિવાય પઠાણ 2માં પણ જોવા મળી શકે છે. પરંતુ પ્રેગ્ન્સીના કારણે તે અન્ય કેટલીક ફિલ્મમાંથી દુર પણ થઈ શકે છે.
કિયારા રામચરણની ગેમ ચેન્જરથી ધમાલ મચાવશે
સાઉથ અને બોલિવુડમાં કિયારા ફેવરિટ બની ચુકી છે. આ વર્ષે તે રામચરણની ગેમ ચેન્જરથી ધમાલ મચાવશે. આ સિવાય ડોન-3 રણવીર સિંહ સાથે કામ કરતી જોવા મળશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ માટે તેમણે તગડી ફિલ્મ લીધી છે. રિતિક રોશન અને જૂનિયર એનટીઆરની વોર-2માં મહત્વનો રોલ હશે.
આલિયા ભટ્ટ હવે ડાયરેક્ટર્સની પહેલી પસંદ બની
પોતાની કરિયરમાં હિટ ફિલ્મો આપનારી આલિયા ભટ્ટ ડાયરેક્ટર્સની પહેલી પસંદ બની રહી છે. તેની પાસે અનેક ફિલ્મો છે. સંજય લીલા ભંસાલીની લવ એન્ડ વોર, વેદાંદ રૈના સંગ જીગરા અને બ્રહ્માસ્ત્ર 2 જેવી ફિલ્મોમાં જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરમાં વિદેશી દારૂ અંગે એલસીબીના બે દરોડા
May 15, 2025 01:21 PMજામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ
May 15, 2025 01:20 PMજામનગર શહેરમાં રૂ. ૧.૮૧ કરોડની છેતરપીંડીના ગુનામાં વધુ એકની અટક
May 15, 2025 01:16 PMજામનગરમાં નદીના પટ્ટમાં આગામી દિવસોમાં દબાણ દૂર કરવામાં આવશે, ૧૯૦ જેટલા અરજદારોને નોટિસ
May 15, 2025 01:16 PMજામનગરમાં પ્રિ-મોન્સુન કામગીરી વેગમાં: ટ્રી કટીંગ શરૂ...
May 15, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech