અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીના રોજ કોલ્ડ પ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે. જેની ટિકિટ હજારો ટિકિટ ગણતરીની મિનિટોમાં વેચાઈ ગઈ હતી. પરંતુ હવે બુક માય શો દ્વારા જાણ કરવામાં આવી છે કે, કોલ્ડપ્લેમાં આવો તો સ્થળ પર પાર્કિંગની વ્યવસ્થા નથી. જેથી પ્રેક્ષકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવવાનું રહેશે.
કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટો સોલ્ડ આઉટ થઈ ચૂકી છે. ટિકિટ વેચાણ કરતા પ્લેટફોર્મ બુક માય શો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે પણ પ્રેક્ષકો કોલ્ડ પ્લેના કોન્સર્ટમાં આવશે તેમને પાર્કિંગ માટેની વ્યવસ્થા મળશે નહીં. કારણ કે, સ્થળ પર પાર્કિંગ નથી જેથી પ્રેક્ષકોએ પબ્લિક ટ્રાન્સપોટેશનનો જ ઉપયોગ કરવાનો રહેશે.
આયોજકોએ પોલીસ સાથે પણ કોઈ ચર્ચા કરી નથી
IPL કે અન્ય ઇવેન્ટ દરમિયાન સ્ટેડિયમ પર પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવતી હતી. ખાનગી એજન્સી દ્વારા જ આસપાસના પ્લોટમાં પાર્કિંગ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવતી હતી પરંતુ ઈન્ટરનેશનલ 2 દિવસના કોન્સર્ટમાં પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી નથી. આ અંગે આયોજકોએ પોલીસ સાથે પણ કોઈ ચર્ચા કરી નથી એટલે કોન્સર્ટમાં જતા વ્યક્તિઓએ આ બાબતની ખાસ નોંધ લેવાની જરૂર છે. તેવું જાણવા મળ્યું છે.
બુક માય શોમાં સ્ટેડિયમનું લોકેશન, ડિઝાઇન, સીટીંગ એરેન્જમેન્ટ પિક્ચર્સ અને ગ્રાફિક્સથી દર્શાવ્યા છે. આ સાથે સ્ટેડિયમની બાજુમાં કઈ હોટેલ્સ અને એરપોર્ટની બાજુમાં કઈ હોટેલ્સ તેનું જુદુ લીસ્ટ પણ આપવામાં આવ્યું છે. પણ સ્પષ્ટ પણે લખ્યું છે કે, પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી.
કોલ્ડપ્લે બેન્ડ શું છે?
આ બેન્ડની શરૂઆત ક્રિસ માર્ટિન અને જોની બકલેન્ડે કરી હતી. બંનેની મુલાકાત વર્ષ 1996માં લંડન યુનિવર્સિટીમાં થઈ હતી. આ પછી ક્રિસ અને જોનીએ સાથે પર્ફોર્મ કરવાનું શરૂ કર્યું, એ સમયે બંને 'બિગ ફેટ નોઈઝ' અને 'પેક્ટોરલ્સ' તરીકે જાણીતા હતા. થોડા સમય પછી બેરીમેન બંનેને મળ્યો અને તે પણ તેમની સાથે જોડાયો. પછી બેન્ડનું નામ બદલીને 'સ્ટારફિશ' રાખવામાં આવ્યું, પરંતુ એનું નામ બદલીને ફરીથી 'કોલ્ડપ્લે' રાખવામાં આવ્યું. એ રશ ઓફ બ્લડ ટુ ધ હેડ આલ્બમ માટે બેન્ડે 'ધ સાયન્ટિસ્ટ' ગીત લખ્યું હતું. બેન્ડની શરૂઆતનાં ચાર વર્ષ પછી તેણે 2 હજારમાં તેનું પહેલું સ્ટુડિયો આલ્બમ રજૂ કર્યું, જેનું શીર્ષક 'પેરાશૂટ્સ' હતું. કોલ્ડપ્લેનું પહેલું સૌથી હિટ ગીત 'શિવર' હતું. ભારતમાં 2016માં કોલ્ડપ્લેએ પરફોર્મ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech