નોકરી કરતા અને ઘરે બેસીને અભ્યાસ કરતા વિધાર્થીઓને ડિગ્રી મળી રહે તે માટે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સહિતની રાયભરની અનેક યુનિવર્સિટીઓમાં વર્ષેાથી એકસટર્નલ અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સંલ કોલેજોમાં આવા એકટર્નલ વિધાર્થીઓ કોલેજ સંચાલકોના 'માનીતા વિધાર્થીઓ' ગણવામાં આવતા હોય છે. કારણ કે આવા વિધાર્થીઓ રેગ્યુલર અભ્યાસ માટે કોલેજમાં આવતા નથી અને માત્ર તેમની પરીક્ષા જ લેવાની હોય છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં દર વર્ષે હજારોની સંખ્યામાં એકસટર્નલ વિધાર્થીઓ પ્રવેશ લેતા હોય છે. ગયા વર્ષે જ ૯૦૬૫ વિધાર્થીઓએ એકટર્ન તરીકેના એડમિશન લીધા હતા. પરંતુ આ વર્ષે મોડે મોડે શ કરવામાં આવેલી પ્રવેશ પ્રક્રિયાના કારણે માત્ર ૨,૫૧૫ વિધાર્થીઓએ પ્રવેશ લીધા છે.
કોમન યુનિવર્સિટી એકટ અને નવા સ્ટેચ્યુટમાં એકસટર્નલ વિધાર્થીઓને પ્રવેશ આપી શકાય કે નહીં તે મામલે સરકાર અને ઉચ્ચ શિક્ષણ વિભાગનું માર્ગદર્શન મેળવવામાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીએ ત્રણથી ચાર મહિના જેટલો સમય પસાર કરી દીધો હતો. સામાન્ય રીતે એકસટર્નલના એડમિશન ઓકટોબર માસમાં થઈ જતા હોય છે પરંતુ આ વખતે તે ફેબ્રુઆરી માસમાં થયા છે. ૨૦૨૪ માં જે એડમિશન પ્રોસેસ થઈ જવી જોઈએ તે ૨૦૨૫ માં થઈ છે અને તેના કારણે વિધાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો આવ્યો છે. યુનિવર્સિટીના સુત્રોના જણાવ્યા મુજબ ગયા વર્ષે બીએ, બીકોમ જેવા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં ૩૪૯૩ અને એમએ, એમકોમ જેવા અનુસ્નાતક અભ્યાસક્રમોમાં ૫૫૭૨ એડમિશન થયા હતા. આ વખતે માત્ર ૨,૫૧૫ વિધાર્થીઓએ પ્રવેશ લીધા છે.
જીકાસ મારફત એડમિશનની આ વર્ષે નવી પ્રોસેસના કારણે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સંલ મોટાભાગની કોલેજોમાં સંખ્યાબધં બેઠકો ખાલી રહેવા પામી છે. કોલેજોને ચલાવવામાં અનુકૂળતા રહે તે માટે છેલ્લે છેલ્લે એકસટર્નલ વિધાર્થીને પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ તે પણ સફળ થયો નથી. મોટાભાગના વિધાર્થીઓએ ખાનગી યુનિવર્સિટીઓ અને ખાનગી કોલેજોમાં એડમિશન લઈ લીધા હોવાથી આ પરિસ્થિતિ સર્જાવા પામી છે. શિક્ષણ જગતમાં અમુક લોકો એવા પણ આક્ષેપો કરે છે કે ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં એડમિશન પૂરા થયા પછી જાણીબુજીને મોડે મોડે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીએ પ્રવેશ પ્રક્રિયા શ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech