ભાયાવદરમાં બંધ મકાનમાંથી 90 હજારની મત્તા ચોરાઈ: પાડોશી સહિત બે ઝડપાયા

  • October 14, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાયાવદરમાં ધોબીતળ વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી અહીંથી રૂપિયા 90,000 ની કિંમતના સોનાના ઘરેણાંની ચોરી થઈ હતી. આ અંગે મકાનમાલિકે પાડોશી શખસ સામે શંકા દશર્વિતા પોલીસે આ દિશામાં તપાસ કરી પાડોશી શખસ અને તેના મિત્રને ઝડપી લઇ ચોરીના આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી કરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ભાયાવદરમાં ધોબીતળ વિસ્તારમાં રહેતા અતુલ જયંતીભાઈ ડાભી (ઉ.વ 37) નામના યુવાને નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 12/ 10 ના સવારના તે ભાયાવદરની સીમમાં વાડીએ ખેતીકામ માટે ગયો હતો તેની પત્ની ગત તારીખ 10/10 થી સસરાનું અવસાન થયું હોય જેથી ભાણવડના સઇ દેવળીયા માવતરે ગઈ હતી અને તારીખ 12 ના તેના બંને પુત્રોનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે અમે મામાના ઘરે જઈએ છીએ આ સમયે યુવાનની માતા ઘરે એકલા હતા.
યુવાન ખેતીકામ કરી ભાયાવદર ગામે ખોડીયાર સોસાયટીમાં રહેતા બેહેનના ઘરે ગયો હતો અહીં રાત્રીના વાળુપાણી કરી ત્યાં જ રોકાઈ ગયો હતો. બાદમાં બીજા દિવસે સવારે ઘરે જતા ઘરે તેમના માતા હાજર હોય ઘરના રૂમના દરવાજાનું તાળું મારેલ હતું તે ખોલવા જતાં ચાવી વગર ખુલી ગયું હતું જેથી ચોરી થયાની શંકા ગઈ હતી. બાદમાં અંદર જોતાં સામાન વેરવિખેર હતો તપાસ કરતા માલુમ પડ્યું હતું. સોનાનો બે તોલાનો હાર, સોનાની કાનમાં પહેરવાની બુટ્ટી, સોનાની સર સહિતના દાગીના ચોરી થઈ ગયા હતા જેની કિંમત રૂપિયા 90,000 હોય જેથી આ બાબતે તેમણે પોતાની માતાને પૂછતા તેણે કહ્યું હતું કે હું સાતેક વાગ્યે મજૂરી કામે જતી રહી હતી અને બાદમાં બપોરના એકાદ વાગ્યે ઘરે આવી હતી. ત્યારબાદ બંને પુત્રને પૂછતા તેણે કહ્યું હતું કે, અમે સવારે નવેક વાગ્યે ઘરેથી નીકળી સઇ દેવળીયા ગામે જતા હતા ત્યારે રસ્તામાં પડોશમાં રહેતો જયેશ મુન્નાભાઈ કોળી અને તેનો મિત્ર વિશાલ વિનુભાઈ કોળી બેઠા હતા અને તેમણે પૂછ્યું હતું કે તમે ક્યાં જાવ છો જેથી મેં કહ્યું હતું કે અમે મામાના ઘરે જઈએ છીએ જેથી આ બંને પર શંકા દશર્વિતા યુવાને આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને બંને પર શંકા વ્યક્ત કરી હતી.
બાદમાં પોલીસે આ જયેશ મુન્નાભાઈ કોળી અને તેના મિટે વિનુ કોળીને ઝડપી લઇ તેની પૂછતાછ કરતા તેમણે ચોરી કયર્નિી કબુલાત આપી હતી પોલીસે તેની પાસેથી ચોરીનો આ મુદ્દામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application