કડીયાવાડના શખ્સની અટકાયત : રોકડ અને પાસબુક મળી આવી
જામનગરમાં ગ્રેઈન માર્કેટમાં બાઇકમાં ટીંગાળેલી રોડક રકમ સાથેની થેલીની ચોરી અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ હતી. જે ચોરી કરનાર તસ્કરને પોલીસે ઝડપી લીધો છે, અને તેની પાસેથી રોકડ રકમ તથા પાસબુક કબજે કયર્િ છે.
જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં અનાજ કરિયાણાની દુકાન ધરાવતા મુકેશભાઈ ખીમજીભાઈ વાંસજાળીયાની દુકાન બહાર બાઇકમાં 49,500 ની રોકડ તથા પાસબુક સાથેની થેલી કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો જે અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
આથી સીટી-બી પીઆઇ પી.પી. ઝાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી હતી. સ્ટાફના જયદીપસિંહ અને ક્રિપાલસિંહએ બનાવ સ્થળના આજુબાજુના સીસી ફેટેજ ચેક કરતા એક શકમંદની અવર જવર જોવા મળી હતી આથી આ અંગે કમાન્ડ ક્ધટ્રોલના કેમેરા ચકાસતા શકમંદ જુના રેલ્વે સ્ટેશન ગીતા લોજ પાસે મળી આવતા તેની પુછપરછ કરી હતી જેના હાથમાં થેલી જોવા મળી હતી.
કડીયાવાડ લાખાણી શેરી નં. 4માં રહેતા કમલેશ ભીખુભા પિત્રોડા (ઉ.વ.37)ની અંગજડતી કરતા તેની પાસેથી રોકડા 49500 અને ફરીયાદી મુકેશભાઇના નામની સેન્ટ્રલ બેંકની પાસબુક મળી આવી હતી. જે બાબતે સંતોષકારક જવાબ નહી આપતા અને વધુ પુછપરછ કરતા બપોરે ત્રણ દરવાજા પાસે બાઇકના હુંકમાં થેલી રાખેલ હોય તે ચોરી કયર્નિું આરોપીએ જણાવ્યુ હતું આથી કબ્જે કરીને આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાના પગલે જામનગરમાં આક્રોશ
April 23, 2025 05:51 PMરાજકોટથી કાશ્મીર ગયેલા તમામ પ્રવાસીઓ સલામત, કલેક્ટરે દરેક પ્રવાસીના ઘરે અધિકારીઓને દોડાવ્યા
April 23, 2025 05:20 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech