ભાવનગરના ભાલ પંથકમાં આવેલા સવાઈનગર ખાતે કેબલ વાયરની ચોરીની ઘટના બની હતી. મીઠાના અગર ખાતે સબમર્સીબલ પંપને શરૂ કરવા માટેના કેબલ વાયર આશરે ૨૫૦ મીટર જેની કિંમત રૂપિયા ૧ લાખની ચોરી થઇ હોવાની ફરિયાદ વેળાવદર ભાલ પોલીસ મથકમાં નોંધવાઇ હતી.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર વેળાવદર ભાલ પોલીસ મથક ખાતે ધર્મેન્દ્રસિંહ રેવુભા જાડેજા (ઉ.વ.૫૮ ધંધો નોકરી રહેવાસી પ્લોટ નંબર ૧૭૮/૨૪૪, સાગવાડી, કાળીયાબીડ)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ સવાઇનગર ખાતે આવેલ એડ મીરલ સોલ્ટ પ્રાઇવેટ લીમીટેડ નામના સોલ્ટ (અગર)માં મેનેજર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરે છે. આ સોલ્ટના માલીક શ્રીરામ સોલ્ટની છે. જેના માલીક હિરેનભાઇ હુંબલ છે. આ અમારો સોલ્ટ (અગર) કુલ ૩૦૦૦ એકરમાં આવેલ છે. જે સરકાર પાસેથી ૩૦ વર્ષના લીઝ પટ્ટે છે. આ અમારો સોલ્ટ (અગર) કુલ ચાર સર્વે નંબરમાં છે જેમા (૧) સવાઇનગર સર્વે નંબર ૬૭ પૈકી જેનુ ક્ષેત્રફળ ૭૫૦ એકર (૨) નવામાઢીયા સર્વે નંબર ૧૦૫ પૈ કી જેનુ ક્ષેત્રફળ ૩૫૦ એકર (૩) પાળીયાદ સર્વે નંબર ૧૩૨ પૈકી જેનુ ક્ષેત્રફળ ૧૦૦૦ એકર (૪) કરદેજ સર્વે નંબર ૩૬ ૬ પૈકી જેનુ ક્ષેત્રફળ ૧૨૦૦ એકર છે. આ ઉપરોક્ત ચાર સર્વે નંબર પૈકી જે સવાઇનગર સર્વે નંબર ૬૭ પૈકી ની ૭૫૦ એકર જગ્યા છે તેમા અંદાજે ૫૦ બોરવેલ આવેલ છે. જે તમામ બોરવેલમાં ૭,૫ હોર્સપાવરની સબમર્શીબલ મોટરો ઉતારેલ છે. જેના દ્રારા પાણી ખેચી અને મીઠુ પકવીએ છીએ. આ સબમર્શીબલ મોટરો છે. તે તમામ મોટરોના સ્ટાટર અલગ રૂમમાં એક સાથે છે. એટલે સ્ટાટર રૂમથી દરેક બોરવેલ સુધી મોટરને પાવર આપવા માટે ફોર કોર કોપર કેબલ વાયર નાખેલા હોય છે. આ દરેક મોટરો ૨૪ કલાક ચાલુ રહેતી હોય છે. ઉપરોક્ત સોલ્ટ (અગરે) થી નીકળીગ ગત કાલ તારીખ ૦૮/૦૪/૨૦૨૪ ના હતો. અને વહેલી સવારે સોલ્ટ (અગર) ના ચોકીદાર નુરમહંમદભાઇ ફોન કરી જાણ કરેલ કે, સોલ્ટ ખાતે કોઇ માણસોએ મોટરોના કેબલ કાપી અને ચોરી કરી લઇ ગયેલ છે. જેથી ફરિયાદી સોલ્ટ ઉપર આવી અને ત્યા ચોકીદાર નુરમહંમદભાઈ જત તથા સોલ્ટના બીજા માણસો હાજર હતા. તેમણે જાણ કરેલ કે, બોરવેલ બાજુ આટો મારેલ હતો. તે વખતે બધી મોટરો ચાલુ હતી. અને અંદાજે વહેલી સવારે પાંચેક વાગ્યે મોટરો બાજુ અવાજ આવતા તે બાજુ જઈ તપાસ કરતા કેબલ કાપીને કોઇ ચોરી કરી લઇ ગયેલાનું જણાયેલ અમે જોતા જે અમારા સવાઇનગર સર્વે નંબર ૬૭ પૈકીની જ મીનમાં ૫૦ બોરવેલ આવેલ છે તે પૈકી ૨૫ બોરવેલના મોટરના સ્ટાટર રૂમ થી બોરવેલ સુધીના કેબલો કોઈ ધારદાર વસ્તુ થી કાપી અને ચોરી કરી લઇ ગયેલ હતું. જેની ગણતરી કરતા કુલ ૨૫ મોટરનો કુલ મળી અંદાજે ૨૫૦ મીટર કેબલ ચોરી થયેલ હતો. ત્યારે સોલ્ટ (અગર) ખુબ મોટો અંદાજે ૩૦૦૦ એકરમાં આવેલ હોય જેથી અન્ય કોઇ વસ્તુની ચોરી થયેલ છે કે કેમ? તે બાબતે તપાસ કરેલ પણ બીજી કોઇ વસ્તુની ચોરી થયેલાનું હાલ માલુમ પડેલ નથી. આ જે કેબલ ચોરી થયેલ છે તે સબમર્શીબલ મોટરનો કાળા કલરનો ફોર કોર કોપર પટ્ટી કેબલ હતો. જે એક મીટરની અંદાજે કિં. ૧,૦૦,૦૦૦ રૂપિયા ગણાય જે કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી નાસી છૂટ્યા અંગે વેળાવદર ભાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પ્રી-બુકિંગ બદલ બિલ્ડર સામે કાર્યવાહી કરશે
April 11, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech