BREAKING NEWS

જામનગર: મહાવીરનગરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : એક શખ્સની અટક

  • July 03, 2026 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: મહાવીરનગરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : એક શખ્સની અટક

સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી ૨.૭૭ લાખનો મુદામાલ કબ્જે લેતી સીટી-એ

જામનગરના મહાવીરનગરમાં વૃંદાવન એપાર્ટમેન્ટમાં એક મકાનમાંથી રોકડ, દાગીના મળી ૨.૭૭ લાખના મુદામાલની ચોરી થઇ હતી જેમાં પોલીસે તપાસ કરીને અહીં રહેતા એક શખ્સને પકડી મુદામાલ કબ્જે લઇ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે. 

જામનગર શહેરમાં બનતા ચોરી તેમજ ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હા શોધવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ વિભાગ, રાજકોટ નાઓની તેમજ પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ એન. ઝાલાની સુચના મુજબ, જામનગર સીટી એ ડીવી. પો.સ્ટે. ના અમો પોલીસ ઇન્સપેકટર વી.એમ.ડોડીયાના માર્ગદશન મુજબ સીટી એ ડીવી. પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.૦૨/૦૭/૨૦૨૬ ના રોજ પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. રવિરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ. યોગેન્દ્રસિંહ સોઢાને તેમના અંગત બાતમીદારોથી સંયુક્ત હકિકત આધારે આરોપી યોગેશ ઉર્ફે નીખીલ રમેશભાઇ ચૌહાણ જાતે અનુ.જાતિ ઉવ.૨૬ ધંધો. વેપાર રહે. મહાવિરનગર નિલકંઠ સ્કુલની સામે વૃંદાવન એપાર્ટમેન્ટ બ્લોક નં-૨૦૩માં ભાડેથી જામનગર વાળાને પકડી પાડયો હતો.

આરોપી પાસેથી (૧) સોનાનો મશીનનો પાસીવાળો મીલન ચેન કિ.રૂ-૯૫,૦૦૦/- ગણી (૨) સોનાનો પાસીવાળો ચેન કિ.રૂ.૫૫,૦૦૦/- ગણી (૩) લાલમોતી વાળુ મંગળશુત્ર કિ.રૂ.૫૦,૦૦૦/- ગણી (૪) ચાંદીની લક્કી કિ.રૂ-૭,૦૦૦/- ગણી કુલ કિ.રૂ-૨,૦૭,૦૦૦/- તથા રોકડા રૂ-૭૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ-૨,૭૭,૦૦૦/-નો મુદ્દામાલ મળીઆવતા જામનગર સીટી એ ડીવી.પો.સ્ટે.ના બી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૩૩૧(૩) ના મુદામાલ તરીકે કબ્જે કરી ઘરફોડ ચોરીનો વણ શોધાયેલ ગુનો ડીટેક્ટ કરેલ છે.

આ કામગીરી પો.ઇન્સ. વી.એમ.ડોડીયા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ એ. જાડેજા તથા નરેન્દ્રસિંહ કે. ઝાલા તથા મહિપાલસિંહ એમ. જાડેજા તથા પો.હેડ.કોન્સ. યોગેન્દ્રસિંહ એન. સોઢા તથા શૈલેષભાઇ કે. ઠાકરીયા તથા પો.કોન્સ. દિવ્યરાજસિંહ એન. જાડેજા દ્વારા કરવામા આવેલ છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application