શહેરમાં સામું શું જોવે છે, કાતર શું મારે છે, વાહન અડી જવા, ઘર પાસે પાણી–કચરો નાખવા જેવી સામાન્ય બાબતોમાં મારામારીના બનાવો પોલીસ ચોપડે નોંધાતા હતા ત્યારે ફાકી(માવો) ચોરતા યુવકે ફાકી ખવડાવવાની ના પાડતા શખસે અન્ય બે મિત્રોની મદદથી ઢીકાપાટુ અને કિચનમાં રહેલી ચપ્પુ વડે હત્પમલો કરતા યુવકને ઇજા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
રાજકોટના ગારીડા ગામે રહેતો અને મજૂરી કામ કરતો દિનેશ ધરમશીભાઈ ધરજીયા (ઉ.વ.૨૨)નો યુવક ગઈકાલે ગામમાં આવેલી પાનની દુકાને માવો ખાવા ઉભો હતો ત્યારે ફાકી (માવો) ચોરતો હતો ત્યારે ગામમાં રહેતો અરવિંદ ચનાભાઈ કુંભાણી ત્યાં આવ્યો હતો અને દિનેશને માવો ખવડાવાનું કહેતા માવો ખવડાવવાની ના પાડતા અરવિંદ બોલાચાલી કરી ગાળાગાળી કરી હોન્ડામાં રહેલા કિચનમાથી ચપ્પુ કાઢી હત્પમલો કરતા તેના ખંભાના ભાગે લાગી જતા ઝપાઝપી થવાથી ગામમાં રહેતા ગોરધન લીબાભાઈ ઝિજરીયા અને શિવ લીંબાભાઈ ઝાપડીયા ત્યાં આવી યુવકને ઢીકાપાટુનો મારમારવા લાગ્યા હતા. યુવકે દેકારો કરતા પરિવારજનો દોડી આવ્યા હતા અને તેને બચાવી લઇ કુવાડવા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવારમાં લઇ ગયા હતા. બનાવ અંગે એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અરવિંદ ચનાભાઈ કુંભાણી, ગોરધન લીબાભાઈ ઝિજરીયા અને શિવ લીંબાભાઈ ઝાપડીયા સામે યુવકની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech