BREAKING NEWS

દુનિયાની પહેલી પતંગ 2300 વર્ષ પહેલા બની'તી, પતંગ ઉડાડી વીજળીની શોધ થઈ, બે ભીખારી ભારત લાવ્યા, જાણો રસપ્રદ ઇતિહાસ

  • January 14, 2026 09:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પતંગની શોધ ઇ.સ. પૂર્વ ત્રીજી સદીમાં ચીનમાં થઈ હતી. દુનિયાની પહેલી પતંગ એક ચીની દાર્શનિક હુઆંગ થેગે બનાવી હતી. આ રીતે પતંગનો ઇતિહાસ આશરે 2300 વર્ષ જૂનો છે. પતંગ બનાવવાનો જરૂરી સામાન ચીનમાં ઉપલબ્ધ હતો. જેમ કે, રેશમનાં કપડાં, પતંગ ઉડાડવા માટે મજબૂત રેશમના દોરા. પતંગને આકાર આપવા માટે હળવા અને મજબૂત વાંસની જરૂર પડે છે. ચીન પછી પતંગનો વિસ્તાર જાપાન, કોરિયા, થાઇલેન્ડ, બર્મા, ભારત, અરબ દેશ અને ઉત્તર આફ્રિકા સુધી થયો હતો.


પતંગનો ઉપયોગ મનોરંજન તરીકે થવા લાગ્યો

જ્યારે લોકોમાં પતંગ બનાવવા પહેલી વખત રેશમનો ઉપયોગ શરૂ થયો ત્યારે તેને ફેંગ જિન અથવા સિલ્ક ફિનિક્સ કહેવામાં આવતું હતું. એવું કહેવાય છે કે જ્યારે પતંગની શોધ થઇ હતી એ વખતે તેનો ઉપયોગ ભયના સંકેત અને અન્ય સંદેશાને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે કરવામાં આવતો હતો. જેમ જેમ સમયમાં પરિવર્તન આવતું ગયું એમ પતંગનો ઉપયોગ મનોરંજન તરીકે થવા લાગ્યો.


પતંગની શોધ કાગળ બનાવવાની શરૂઆત થઇ 

પતંગના પ્રાચીન નામનો અર્થ કાગળનું પક્ષી એવો કરવામાં આવતો હતો. પતંગની શોધ કાગળ બનાવવાની શરૂઆત થઇ એ પછી થઈ. અલગ અલગ સમય તથા જગ્યાએ પતંગોને અલગ અલગ નામથી બોલાવવામાં આવતું હતું. કાગળમાંથી બનેલા પતંગનો રમતમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. એની સાથે સીટી લગાવવામાં આવી હતી, જે ઊડતી વખતે અવાજ કરતી હતી.


સામાન્ય રીતે પતંગો 12 પ્રકારના હોય છે

સામાન્ય રીતે પતંગો 12 પ્રકારના હોય છે. પતંગ હવામાં સ્થિર રહે એ માટે વાંસને છોલીને તેની કમાન બનાવવામાં આવે છે. રાજ્યનાં અન્ય શહેરોની સરખામણીએ ખંભાતી પતંગોના કાગળ ઉચ્ચ ગુણવત્તાવાળા હોય છે. ભારતમાં પતંગ લાવવામાં વિશેષ રીતે બે ભિક્ષુઓનો ફાળો મહત્ત્વનો છે. પહેલાં ફાહ્યાન જેણે બૌદ્ધ ગ્રંથોની શોધમાં પાંચમી શતાબ્દીની શરૂઆતમાં ભારતની યાત્રા કરી હતી. બીજા હ્વેન ત્સાંગ હતા જે પછીથી સાતમી શતાબ્દીમાં આવ્યા હતા. એમણે ભારતની યાત્રા અને દસ્તાવેજીકરણમાં 17 વર્ષ પસાર કર્યાં હતા.


17મી શતાબ્દી સુધી પતંગ સમગ્ર દુનિયામાં છવાઈ

17મી શતાબ્દી સુધી પતંગ સમગ્ર દુનિયામાં છવાઈ ગયા હતા. પતંગને લઇને અલગઅલગ પ્રયોગ થવા લાગ્યા. બેન્જામિન ફ્રેંકલિને પતંગ ઉડાવીને વીજળીની શોધ કરી હતી. 14મી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ દિવસ મનાવવામાં આવે છે. આમ તો આ દિવસને આખા દેશમાં ધૂમધામથી ઊજવવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં તેનું ખાસ મહત્ત્વ છે. ગુજરાતમાં આ તહેવારને ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. સામાન્ય રીતે પતંગ વધારેમાં વધારે ઉપર ઉડાડવાનો પ્રયત્ન કરવામાં આવે તો 500 મીટરથી વધારે ઊંચો પતંગ ઉડાડી શકાતો નથી. ગુજરાતમાં યોજાતો પતંગ મહોત્સવ સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધ છે. આ પતંગ મહોત્વસમાં ભાગ લેવા રાજ્ય અને અનેક દેશોના લોકો આવે છે.


એક જ દોરીથી 43 પતંગો ઉડાડવાનો રેકોર્ડ ચીનના નામે

ઓસ્ટ્રેલિયાના રોબર્ટ મૂરે 2014માં દુનિયામાં સૌથી ઊંચો પતંગ ઉડાડવાનો રેકોર્ડ બનાવ્યો હતો. એક જ દોરીથી 43 પતંગો ઉડાડવાનો રેકોર્ડ ચીનના મા ક્વિંગહુઆસેટના નામે છે. આમ, પતંગને લઈને અનેક રેકોર્ડ નોંધવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application