દેશમાં સ્માર્ટ સિટીનું કામ આઠ વર્ષે પણ અધુરું

  • August 21, 2023 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના તમામ રાયોમાં સ્માર્ટ સિટી મિશનનું કામ આગામી લોકસભા ચૂંટણી બાદ પૂર્ણ થશે. ડેડલાઈન જૂન ૨૦૨૪ છે. અગાઉ તેને જૂન ૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવાનો લયાંક હતો, પરંતુ બાદમાં તેને લંબાવવામાં આવ્યો હતો.

અત્યાર સુધીમાં સ્માર્ટ સિટી મિશનના ૭૪ ટકા કામો પૂર્ણ થઈ ગયા છે. દેશભરમાં ૨૦૬૯ સ્માર્ટ સિટી પ્રોજેકટ અધૂરા છે. તેના પર ૭૦,૮૧૧.૧૬ કરોડ પિયાનો ખર્ચ કરવામાં આવશે. કેન્દ્ર અને રાય બંનેના ભંડોળથી કામ થઈ રહ્યું છે. દેશભરમાં ૧૦૦ સ્માર્ટ સિટી માટે કુલ ૭૯૭૮ પ્રોજેકટને મંજૂરી આપવામાં આવી છે. આ તમામ માટે કેન્દ્ર અને રાયો મળીને . ૧૭૯,૨૨૮.૯૯ કરોડનો ખર્ચ કરશે. મંજૂર થયેલી યોજનામાંથી ૫૯૦૯ પ્રોજેકટ પૂર્ણ થયા છે. તેમની કિંમત ૧૦૮, ૪૧૭.૮૩ કરોડ પિયા થઈ ગઈ છે.

જુલાઈ ૨૦૨૩ સુધીના પ્રગતિ અહેવાલ મુજબ, સ્માર્ટ સિટી મિશન હેઠળ . ૭૩,૪૫૪ કરોડ બહાર પાડવામાં આવ્યા છે જેમાંથી . ૬૬,૦૨૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યા છે. આ રીતે, જાહેર કરાયેલી રકમમાંથી ૯૦ ટકા ખર્ચ થઈ ગયા છે
સ્માર્ટ સિટી મિશન ૨૫ જૂન ૨૦૧૫ના રોજ શ થયું હતું. જાન્યુઆરી ૨૦૧૬ થી જૂન ૨૦૧૮ દરમિયાન સ્પર્ધાના ચાર રાઉન્ડ દ્રારા ૧૦૦ સ્માર્ટ શહેરોની પસંદગી કરવામાં આવી હતી. જૂન ૨૦૨૪ સુધીમાં મિશન પૂર્ણ કરવાનું લય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application