BREAKING NEWS

કચ્છનું સફેદ રણ ગુલાબી રંગે રંગાયું હજારો લેમિંગો પક્ષીઓ ઉતરી પડ્યા

  • April 06, 2026 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાતનું સફેદ રણ હાલમાં વિદેશી પક્ષીઓના આગમનથી ગુલાબી રંગે રંગાયું છે. સામાન્ય રીતે શિયાળાની વિદાય સાથે જ વિદેશી પક્ષીઓ વતન પરત ફરતા હોય છે, પરંતુ આ વર્ષે માર્ચ મહિનો પૂર્ણ થયા બાદ પણ હજારોની સંખ્યામાં લેમિંગો પક્ષીઓએ કચ્છના રણમાં પડાવ નાખ્યો છે.
કચ્છના સફેદ રણમાં લેમિંગોના મંત્રમુગ્ધ કરી દેતા દ્રશ્યોનો એક વીડિયો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ 'એકસ' પર શેર કર્યેા છે.
દર વર્ષે હજારો કિમીનું અંતર કાપીને રશિયા અને સાઇબેરિયાથી લેમિંગો પક્ષીઓ ગુજરાતના મહેમાન બને છે. કચ્છનું રણ આ પક્ષીઓ માટે પ્રજનન અને વસવાટ માટેનું ઉત્તમ સ્થળ માનવામાં આવે છે. હર્ષ સંઘવીએ શેર કરેલા ડ્રોન વીડિયોમાં પક્ષીઓનો સુમેળભર્યેા નજારો અને કુદરતની શ્રે
કૃતિ સમાન દ્રશ્યો કેદ થયા છે. પક્ષીઓના વિશાળ ઝુંડને કારણે રણ જાણે કોઈ જીવતં ચિત્ર હોય તેવું ભાસી રહ્યું છે.
કચ્છના પ્રખ્યાત 'રોડ ટુ હેવન' વિસ્તારમાં આ પક્ષીઓનું આકર્ષણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે. નાયબ મુખ્યમંત્રીએ આ નજારાને 'પિંક સીટી' તરીકે વર્ણવ્યું છે. સામાન્ય રીતે માર્ચના પ્રારંભમાં આ પક્ષીઓ પરત ફરતા હોય છે, પરંતુ આ વખતે એપ્રિલની શઆત સુધી તેમનો અહીં જ રોકાણ પ્રવાસીઓ અને પક્ષીપ્રેમીઓ માટે ભારે કુતૂહલનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા લોકો કચ્છના કુદરતી સાૈંદર્ય અને પક્ષીઓના સંગમની પ્રશંસા કરી રહ્યા છે. આ દ્રશ્યો સાબિત કરે છે કે પ્રકૃતિ અને વન્યજીવો માટે ગુજરાત આજે પણ સુરક્ષિત અને સુંદર આશ્રયસ્થાન છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News