ભારતની અર્થવ્યવસ્થામાં છેલ્લા કેટલાક વર્ષેાથી તેજી આવી રહી છે. આ સાથે દેશમાં અમીરોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. દેશમાં માત્ર અબજોપતિઓ અને કરોડપતિઓની સંખ્યા જ નથી વધી રહી, પરંતુ લાખોપતિઓની સંખ્યા પણ વધી રહી છે. એક તાજેતરના અહેવાલમાં સામે આવ્યું છે કે, દેશમાં હાઈ નેટ વર્થ ઈન્ડિવિયુઅલ્સ (એચએનઆઈ) અને અલ્ટ્રા હાઈ નેટ વર્થ ઈન્ડિવિયુઅલ્સ (યૂએચએનઆઈ)ની સંપત્તિ ૨૦૨૩માં ૧.૨ ટિ્રલિયન ડોલર હતી. રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, ૨૦૨૮ સુધીમાં અમીરોની સંપત્તિ ૨.૨ ટિ્રલિયન ડોલર સુધી પહોંચી જશે. વાર્ષિક આશરે ૧૪ ટકાનો વધારો થયો છે.
સેન્ટ્રમ ઇન્સ્િટટૂશનલ રિસર્ચના રિપોર્ટ અનુસાર, ગત ૫ વર્ષમાં ભારતમાં લોકોની આવકમાં ઝડપથી વધારો થયો છે. વાર્ષિક ૧૦ કરોડ પિયા કમાતા લોકોની સંખ્યા ૬૩ ટકા વધીને ૩૧,૮૦૦ થઈ ગઈ છે. આ ઉપરાંત વાર્ષિક ૫૦ લાખ પિયા કમાતા લોકોની સંખ્યા પણ ૨૫ ટકા વધીને ૧૦ લાખથી વધુ થઈ ગઈ છે. આ ઉપરાંત ૫ કરોડ પિયાથી વધુ કમાનારા લોકોની સંખ્યા ૫૮,૨૦૦ પર પહોંચી ગઈ છે. ૫ વર્ષમાં આ આંકડો ૪૯ ટકા વધ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ ૨૦૧૯થી ૨૦૨૪ વચ્ચે ભારતીય અમીરોની સંખ્યામાં અને તેમની સંપત્તિમાં ઘણો વધારો થયો છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વાર્ષિક ૫૦ લાખ પિયા કમાતા લોકોની કુલ આવક આ ૫ વર્ષમાં ૬૪ ટકા વધીને ૪૯ લાખ કરોડ પિયા થઈ ગઈ છે. આ ઉપરાંત વાર્ષિક . ૧૦ કરોડથી વધુની કમાણી કરનારાઓની કુલ આવક ૨૦૧૯ અને ૨૦૨૪ વચ્ચે ૧૨૧ ટકા વધીને . ૩૮ લાખ કરોડ થઈ છે. વાર્ષિક ૫ કરોડ પિયાથી વધુ કમાનારા લોકોની કુલ આવક ૧૦૬ ટકા વધીને ૪૦ લાખ કરોડ પિયા થઈ ગઈ છે.
રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, ૨૦૨૩માં દેશમાં એચએનઆઈ અને યૂએચએનઆઈની સંપત્તિ ૧.૨ ટિ્રલિયન ડોલર હતી, જે ૨૦૨૮ સુધીમાં વધીને ૨.૨ ટિ્રલિયન ડોલર થઈ જશે. તેમાં વાર્ષિક આશરે ૧૪ ટકાનો વધારો થયો છે. જો કે, દેશની નાણાકીય સંપત્તિનો માત્ર ૧૫ ટકા વ્યવસાયિક રીતે સંચાલિત થાય છે, યારે મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં આ આંકડો ૭૫ ટકા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech