ધ્રાંગડા સીમમાં ફાયરિંગનો વિડિયો વાયરલ કરનાર પકડાયો

  • November 02, 2023 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોશિયલ મીડિયામાં હથિયાર સાથેનો વિડીયો ફરતો કરતા એસઓજીની ટીમે સીન વીખી નાખ્યા

જામનગર તાલુકાના ધ્રાંગડા ગામની સીમમાં હથિયાર વડે ફાયરિંગ કરી તેનો વિડીયો વાયરલ કરીને સીન સપાટા કરનારા શખ્સને જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડીએ શોધી કાઢ્યો છે, અને તેના સીન વીખી નાખ્યા છે. જેનું હથીયાર કબજે કરી લઇ તેની સામે ગુનો નોંધ્યો છે.
 જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી  હથીયાર માંથી ફાયરિંગ કરવા સહિતના બીન અધિકૃત વિડિયો તૈયાર કરીને વાયરલ કરનારા શખ્સ ને શોધી કાઢવા માટેની એસ.ઓ.જી. શાખા દ્વારા તપાસ હાથ ધરી હતી, સોશિયલ મીડિયાની સાઈટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન એસ.ઓ.જી. શાખાના પીઆઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.ડી. પરમાર, પીએસઆઇ આર.એચ.બારની સુચના મુજબ સ્ટાફના સંદીપભાઇ, રમેશભાઇ તથા દિનેશભાઇને હકીકત મળી હતી જેથી તપાસ કરતા ધ્રાંગડા ગામમાં આકીબ શફિયા નામની વ્યક્તિએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં ફેસબુક સ્ટોરીમાં એક વિડીયો અપલોડ કરેલો હતો. જે વીડિયોમાં એક શખ્સ જાહેરમાં પોતાના હાથમાં બંદૂક લઈને ફાયરિંગ કરતો હોવાની હકીકત જોવા મળી હતી.
એસ.ઓ.જી. ની ટીમ દ્વારા તે હકીકતની ખરાઈ કરતાં જેમાં સોહીલ ઓસમાણભાઈ રાઉમાં નામનો ધ્રાગડા ગામનો એક શખ્સ કે જે આકીબ સફિયાનો કુટુંબી થાય છે. અને તેણે ધ્રાંગડા ગામમાં આવ્યા પછી તેની વાડીએ જઈ અને પોતાની પરવારનાવાળી બંદૂકમાંથી ગેરકાયદે હથિયાર જાહેરમાં ફાયરિંગ કર્યું હતું, અને તેનો વિડીયો બનાવ્યો હતો.
જે વિડીયો બનાવીને તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કર્યો હતો, અને સમાજમાં એક જાતનો ભય પેદા કરે તેવી રીતે પોતાની ધાક જમાવવા માટે અને સીન સપાટા કર્યા હતા. જેથી એસ.ઓ.જી.ની ટુકડી હરકતમાં આવી હતી, અને સૌપ્રથમ આકીબ ને શોધીને તેના આધારે મુખ્ય આરોપી જામનગરના નદીપા રોડ ખાતે રહેતા ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા સોહીલ ઓસમાણભાઈ રાઉમાને શોધી કાઢ્યો હતો, અને તેની અટકાયત કરી લઇ તેની પાસેથી હથિયાર કબજે કરી લીઘી છે. જેની સામે આર્મ્સ એક્ટની કલમ તેમજ અન્ય જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application