જસદણ નગરપાલિકા દ્વારા જૂની નગરપાલિકાના ગ્રાઉન્ડમાં નંદીઘર બનાવવામાં આવ્યું છે. જેમાં શહેરભરમાં રસ્તે રઝળતા આખલાઓને સાચવવામાં આવી રહ્યા છે અને તેનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. જે ઢોરના નિભાવ માટે સરકાર તરફી સારો એવો ખર્ચ પણ કરવામાં આવે છે. તેમ છતાં ઢોરને સાચવવામાં જસદણ નગરપાલિકા સદંતર નિષ્ફળ નિવડી હોય તેમ ત્રણેક દિવસ પહેલા નંદીઘર ખાતે કોઈ અગમ્ય કારણોસર અબોલ પશુનું મૃત્યુ તા તે મૃત પશુની વિધી કરવામાં જસદણ નગરપાલિકા તંત્રના જવાબદારોએ આળસ દાખવતા કુતરાઓએ તે મૃત પશુને ફાડી ખાતા હતા. જે વિડીયો જીવદયા પ્રેમીઓને ધ્યાને આવતા રાજકોટના ગૌરક્ષક કેતનભાઈ સંઘવી, ભરતભાઈ આહીર અને નિલેશભાઈ આહીર સહિતના જીવદયા પ્રેમીઓ તાત્કાલિક જસદણ ખાતે દોડી આવ્યા હતા અને જસદણ પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને રોષભેર રજૂઆતો કરી હતી. જે રજૂઆતમાં આવો બનાવ ભવિષ્યમાં ન બને અને સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જસદણ નગરપાલિકાના જવાબદાર બાબુઓ સામે પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જો કે હવે બીજીવાર આવી કોઈ ઘટના નહી બને તેવી ચીફ ઓફિસરે જીવદયા પ્રેમીઓને ખાતરી આપતા મામલો ાળે પડ્યો હતો.
જસદણ નગરપાલિકા સંચાલિત નંદીઘરની બેદરકારીની અમને માહિતી મળતા અમે રાજકોટી ગૌરક્ષક ભરતભાઈ આહીર અને નીલેશભાઈ આહીર દ્વારા જસદણ પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં નંદીઘરનો અમને એક વિડીયો ધ્યાને આવ્યો હતો જેમાં એક અબોલ પશુનું ત્રણ દિવસ પહેલા મોત યું હતું. ત્રણ-ત્રણ દિવસ ઈ જવા છતાં તેને ઉપાડવામાં નહી આવતા કુતરાઓ ફાડી ખાતા હતા. આ ઘટનાને લઈને જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ રજૂઆત કરવામાં આવી છે અને આવી ગંભીર બાબતને ધ્યાનમાં લઈને હવે બીજીવાર આવી કોઈ ઘટના નહી બને તેવી અમને ખાતરી આપવામાં આવી હતી.
રજૂઆતને ધ્યાને લઈને તાત્કાલિક સૂચના આપી દેવામાં આવી છે: ચીફ ઓફિસર
જીવદયા પ્રેમીઓની રજૂઆતને પગલે અમને આ ઘટના ધ્યાને આવી હતી. જેી અમે જીવદયા પ્રેમીઓની રજૂઆતને ધ્યાને લઈને જવાબદારોને તાત્કાલિક સૂચના આપી દેવામાં આવી છે અને આવી ઘટના હવે બીજીવાર નહી બને તેની અમે તકેદારી રાખીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech