બોલિવૂડ સ્ટાર્સમાં બાળકોના નામ સંસ્કૃતમાં રાખવાનો ટ્રેન્ડ
બોલિવૂડના ઘણા સ્ટાર્સે પોતાના બાળકોના નામ સંસ્કૃત શબ્દોથી રાખ્યા છે. જે ભારતીય સંસ્કૃતિ માટે ખુબ સારી વાત છે.
આ માટે બોલીવુડ સ્આટાર્સ ઘણી મહેનત પણ કરે છે અને નામ શોધે છે. આ લિસ્ટમાં હવે યામ ગૌતમના નામનો પણ સમાવેશ થઈ ગયો છે.
ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે પોતાના બાળકોના અલગ-અલગ નામ રાખ્યા છે. આ નામો આધુનિક લાગે છે પરંતુ નામોનો અર્થ જાણીને તમે ચોંકી જશો. બોલિવૂડના કેટલાક એવા સ્ટાર્સ છે જેમણે પોતાના બાળકોના ખાસ નામ રાખ્યા છે, પરંતુ સંસ્કૃતમાં તેમનો અર્થ ખૂબ જ સારો થાય છે.હાલમાં જ માતા બનેલી અભિનેત્રી યામી ગૌતમે પોતાના પુત્રનું નામ જાહેર કર્યું છે. તેણે દીકરાનું નામ 'વેદાવિદ' રાખ્યું છે. જેનો અર્થ છે જે વેદનું જ્ઞાન જાણતા હોય તે. વેદાવિદ સંસ્કૃત શબ્દ છે.
'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરાની દીકરીનું નામ 'માલતી મેરી જોનાસ' છે. જો આપણે તેનો અર્થ જાણીએ તો તેનો અર્થ એક નાનું સુગંધિત ફૂલ છે. 'માલતી' શબ્દ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યો છે.અભિનેત્રી આલિયા ભટ્ટનું નામ પણ સંસ્કૃતમાંથી લીધેલા શબ્દોવાળા બાળકોના ખાસ નામોની યાદીમાં સામેલ છે. આધુનિક વિચારો ધરાવતી અભિનેત્રીએ પોતાની લાડલીનું નામ 'રાહા' રાખ્યું છે. સાંભળવાથી જ સારુ લાગતા આ નામનો અર્થ 'દિવ્ય પથ' થાય છે અને સંસ્કૃતમાં તેનો અર્થ 'કબીલા' થાય છે.
અભિનેત્રી અનુષ્કા શર્માએ તેના બંને બાળકોના અલગ-અલગ નામ રાખ્યા છે. તેમની પુત્રીનું નામ 'વામિકા કોહલી' છે. જેનો અર્થ થાય છે દેવી દુર્ગાનો અવતાર. વામિકા એ સંસ્કૃતમાંથી લેવામાં આવેલું નામ છે.
થોડા દિવસો પહેલા જ અભિનેત્રીએ તેના પુત્રનું નામ પણ જાહેર કર્યું હતું. અનુષ્કા અને વિરાટે તેમના લાડલાનું નામ 'અકાય કોહલી' રાખ્યું છે. જેનો અર્થ 'નિરાકાર' થાય છે. આ શબ્દ ભગવાન શિવનો સંદર્ભ આપે છે અને સંસ્કૃત શબ્દ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો શરીરમાં આ લક્ષણો દેખાય છે,તો અવગણવા નહિ હોય શકે છે કેન્સર
November 23, 2024 05:33 PMઇલોન મસ્કે રાજા-મહારાજાઓને પણ હરાવ્યા, ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ બન્યા, જાણો કેટલી છે સંપત્તિ
November 23, 2024 05:23 PMUPI છેતરપિંડીથી રહો સાવધાન, આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 23, 2024 05:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech