EPFOનો મોટો બદલાવ: નોકરી બદલવા પર PF ટ્રાન્સફર થશે સરળ, 1.25 કરોડ લોકોને ફાયદો

  • April 26, 2025 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ PF ટ્રાન્સફર પ્રક્રિયાને સરળ બનાવી છે, જેનાથી નોકરીદાતાની મંજૂરીની જરૂરિયાત સમાપ્ત થઈ ગઈ છે. શ્રમ મંત્રાલય અનુસાર, ફોર્મ 13માં બદલાવથી 1.25 કરોડથી વધુ સભ્યોને લાભ થશે. EPFOએ આધાર સીડિંગ વિના UANના બલ્ક જનરેશનની સુવિધા પણ શરૂ કરી છે.


એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ નોકરી બદલવા પર PF એકાઉન્ટમાં જમા રકમના ટ્રાન્સફર સાથે જોડાયેલી પ્રક્રિયા સરળ કરી દીધી છે. તેનાથી એમ્પ્લોયરની મંજૂરીની જરૂરિયાત ખતમ થઈ ગઈ છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે EPFOએ ફોર્મ 13માં બદલાવ કર્યો છે. તેનાથી 1 કરોડ 25 લાખથી વધુ મેમ્બર્સને ફાયદો થશે. સાથે જ, EPFOએ આધાર સીડિંગ વિના એમ્પ્લોયર્સ તરફથી UANના બલ્ક જનરેશનની સુવિધા પણ શરૂ કરી દીધી છે. અત્યાર સુધી નોકરી બદલવા પર PFની રકમ ટ્રાન્સફર કરવામાં બે EPF ઓફિસોની ભૂમિકા બનતી હતી. જ્યાંથી PFની રકમ ટ્રાન્સફર થવાની હોય ત્યાંની સોર્સ ઓફિસની સાથે જ જ્યાં રકમ ક્રેડિટ થતી હતી ત્યાંની ડેસ્ટિનેશન ઓફિસને પણ એક્શન લેવું પડતું હતું.


હવે EPFOએ આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે ફોર્મ 13 સોફ્ટવેરમાં બદલાવ કરી દીધો છે. તેનાથી ડેસ્ટિનેશન ઓફિસમાં ટ્રાન્સફર ક્લેમની મંજૂરીની જરૂરિયાત ખતમ થઈ ગઈ છે. હવે ટ્રાન્સફર ઓફિસથી ટ્રાન્સફર ક્લેમ મંજૂર થયા બાદ પાછલા એકાઉન્ટની રકમ ઓટોમેટિક રીતે ડેસ્ટિનેશન ઓફિસમાં મેમ્બરના હાલના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે.


મંત્રાલયે જણાવ્યું કે બદલાવ હેઠળ PFની રકમના ટેક્સેબલ અને નોન-ટેક્સેબલ કમ્પોનન્ટને અલગ કરવાની સુવિધા પણ થઈ ગઈ છે. તેનાથી ટેક્સેબલ PF ઇન્ટરેસ્ટ પર TDSની સચોટ ગણતરીમાં સરળતા રહેશે. આ પગલાથી 1.25 કરોડથી વધુ મેમ્બર્સને ફાયદો થવાની અપેક્ષા છે અને દર વર્ષે લગભગ 9000 કરોડ રૂપિયાના ટ્રાન્સફરમાં સરળતા રહેશે.


UANનું બલ્ક જનરેશન

EPFOએ એવા કેસોમાં મેમ્બર્સના UAN જનરેશન અને પાછલા એક્યુમ્યુલેશનના ક્રેડિટ માટે આધારની શરતમાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે, જે કેસોમાં એક્ઝેમ્પ્ટેડ PF ટ્રસ્ટોએ જમા થયેલી રકમ એક્ઝેમ્પ્શન સરન્ડર કરવા અથવા તેને રદ કર્યા બાદ EPFOને સોંપી છે. આ છૂટછાટ એવા કેસો માટે પણ છે, જેમાં અર્ધ ન્યાયિક/રિકવરી પ્રોસિડિંગના કારણે પહેલાના અંશદાનની ચુકવણીની વાત છે. મેમ્બર આઈડી અને બીજી જાણકારીઓના આધારે UANના બલ્ક જનરેશનની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે, જેનાથી આવા મેમ્બર્સના એકાઉન્ટ્સમાં ફંડ જલ્દી મોકલી શકાય. જો કે જમા રકમની સુરક્ષાના હિસાબે આવા તમામ UAN ત્યાં સુધી ફ્રીઝ રાખવામાં આવશે, જ્યાં સુધી આધાર સીડિંગ નહીં થઈ જાય.


ESICથી ફેબ્રુઆરીમાં જોડાયા 15.43 લાખ નવા મેમ્બર

એમ્પ્લોયીઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનથી ફેબ્રુઆરીમાં 15.43 લાખ નવા મેમ્બર જોડાયા. શુક્રવારે લેબર મિનિસ્ટ્રીએ જણાવ્યું કે ફેબ્રુઆરીમાં 23,526 નવાં સંસ્થાનો ESI સ્કીમના દાયરામાં આવ્યાં. ફેબ્રુઆરીમાં જોડાયેલા નવા મેમ્બર્સમાંથી 7.36 લાખ કર્મચારી 25 વર્ષ સુધીની ઉંમરના છે અને કુલ નવા મેમ્બર્સમાં તેમનો હિસ્સો લગભગ 47.7% છે. ફેબ્રુઆરીમાં મહિલાઓનું નેટ એનરોલમેન્ટ 3.35 લાખ રહ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application