રાજકોટ મહાનગરપાલિકાએ નવતર નુસખો અપનાવ્યો છે, હવે જે કોઇ શહેરીજન પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપરથી આરએમસી ઓન વ્હોટસ એપ સર્વિસના મોબાઇલ નંબર ૯૫૧૨૩૦૧૯૭૩ ઉપર કોઇ પણ પ્રકારની ફરિયાદ નોંધાવવા માટે ફોન કરશે તો ફરિયાદ નોંધવાની સાથે જ ફરિયાદી પાસેથી તેની પ્રોફેશનલ ટેકસની બાકી રકમની ઉઘરાણી કરવામાં આવશે.
વિશેષમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ, રાજકોટ ચેમ્બરના મેમ્બર ભરતભાઇ બારાઇને આવો અનુભવ થયો હતો તેમણે તેમની ઓફિસ નજીક ડ્રેનેજ છલકાણી છે તેવી ફરિયાદ નોંધાવવા આરએમસી ઓન વ્હોટસ એપ સર્વિસ ઉપર મેસેજ કરતા તેમની પેઢીના પ્રોફેશનલ ટેકસની ફકત .૨૦૦૦ની રકમ બાકી છે તે ચૂકવી આપો તેવા મ્યુનિસિપલ સિસ્ટમબેઝ મેસેજિસ આવવા લાગ્યા હતા. અલબત્ત તેમનો પ્રોફેશનલ ટેકસ ચૂકતે જ હતો પરંતુ મહાનગરપાલિકાની સિસ્ટમમાં રિયલ ટાઇમ અપડેટ થતું ન હોય આવા મેસેજ આવ્યા હતા. તા.૧ મે– ના રોજ તેમણે ટેકસ ચૂકતે કર્યેા હતો અને તા.૨ મે–ના રોજ ઉપરોકત ફરિયાદ માટે મેસેજ કર્યેા હતો. બે દિવસ પૂર્વે ટેકસ ચૂકવી આપ્યો હતો પરંતુ સિસ્ટમમાં અપડેટ થયું ન હોવાને કારણે આવું બન્યું હતું. અલબત્ત શહેરમાં અનેક વેપારીઓ અને ઉધોગકારો સાથે આવું બન્યું હોવાનું ચેમ્બર ઓફ કોમર્સના સૂત્રોએ જણાવ્યું હતું
૧.૫૦ લાખ વેપારીને વ્હોટસ એપ મેસેજ
રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે તા.૧ મે થી જે વેપારીઓ, ઉધોગકારો અને વ્યવસાયિકોનો પ્રોફેશનલ ટેકસ બાકી હોય તેમને ચૂકતે કરવા માટે વ્હોટસ એપ મેસેજ મોકલવાનું શ કયુ છે. કુલ ૧.૫૦ લાખ વેપારીને મેસેજ મોકલાશે જેમાં હાલ ૩૫,૦૦૦ને મેસેજ મોકલાઇ ચુકયા છે. બાકી લેણું વસૂલવા હવે દર મહિને મેસેજ મોકલાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech