BREAKING NEWS

જામનગર  : એસઆઇઆર, ૨૦૦૨ની યાદીમાં નામ શોધવામાં હાલાકીની ફરિયાદો બાદ તંત્ર જાગ્યું..!

  • November 13, 2025 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર સહીત રાજયભરમાં હાલમાં એસઆઇઆર એટલે કે સ્પેશ્યિલ ઇન્ટેન્સિવ રીવીઝનની મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે. આ પ્રક્રીયામાં અગાઉની મતદાર યાદીમાં નામ છે કે કેમ તેનો પણ સમાવેશ કરાયો છે. ૪ નવેમ્બરથી શરૂ થયેલી આ કામગીરીમાં ૨૦૦૨ની યાદીમાં નામ શોધવામાં ભારે હાલાકી અને બીએલઓ મદદ ન કરતા હોવાની ફરિયાદો મતદારોમાં જોરશોથી ઉઠી હતી. જેના પગલે રાજયનું ચૂંટણી તંત્ર જાગ્યું છે. આટલું જ નહીં  ચુનાવ સેતુ લીંક પરથી મતદારો વર્ષ-૨૦૦૨ની અને ગત એસઆઇઆરની યાદીમાં પોતાનું નામ, એપીક તથા સેકશનની વિગતો આંગળીના ટેરવે મેળવી શકશે. અગાઉની મતદાર યાદીમાંથી નામ સહિતની વિગતો શોઘવાની પ્રક્રિયા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે જટિલમાંથી સરળ બનાવામાં આવતા હાશકારો અનુભવ્યો છે. 


જામનગર સહીત રાજયભરમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં નામની વિગત ચકાસવા બાબતે ૪ નવેમ્બરથી એસઆઇઆરની મહત્વની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં વર્ષ-૨૦૦૨ની મતદાર યાદીમાં મતદારનું નામ હતું કે કેમ તેની પણ ખરાઈ કરવા માટેની પ્રક્રિયાનો સમાવેશ કરાયો છે. પરંતુ, ૨૦૦૨ ની મતદાર યાદીમાંના મતદારના નામ અને અન્ય વિગત શોધી આપવામાં આ કામગીરી કરી રહેલા બીએલઓ દ્વારા કોઈ મદદ નહીં કરાતી હોવાની અને નિયત ગણતરી ફોર્મ આપીને તેમાં બાકીની વિગત શોધીને ભરી આપવા જણાવાતું હોવાની ફરિયાદો મતદારોમાં જોરશોરથી ઉઠી હતી. ખાસ કરીને  આ મહત્વની પ્રક્રિયામાં જેમ મતદારો પોતાના ચૂંટણી કાર્ડના નંબરની વિગત ઓનલાઈન એન્ટર કરીને ૨૦૨૫ ની મતદાર યાદીમાંની પોતાની વિગત મેળવી શકે છે તેવી જ સહેલાઈથી મતદારો વર્ષ-૨૦૦૨ ની મતદાર યાદીમાંની પોતાની વિગત મેળવી શકે એવી સુવિધા ચૂંટણી પંચ દ્વારા મતદારોને આપવામાં ન આવતા છબરડાની ફરિયાદો પણ ઉઠી હતી.


મતદાર યાદી સુધારણાની પ્રક્રીયામાં મતદારોને સરળ સુવિધા આપવાને બદલે પરેશાન થાય અને તેઓને વિગત જ ન મળે તેવી રીતની પદ્ધતિથી મતદારોમાં દેકારો બોલી ગયો છે. મતદારોની યાદી વેબસાઈટ પર ઓનલાઈન મૂકવામાં આવી છે. જેમાં મતદારે ૨૦૦૨ના વર્ષની જે તે વિધાનસભાની ઓનલાઈન મૂકાયેલી સેંકડો મતદારોની યાદીેમાંથી ફંફોળીને ૨૦૦૨ના વર્ષની મતદાર યાદીની પોતાની વિગત જાતે શોધવી પડી રહી છે. જે સરળ નહીં હોય મતદારોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સ્થિતિમાં ચૂંટણી પંચ દ્વારા સરળ પ્રક્રિયા સત્વરે અમલમાં મૂકાય તેવી મતદારોમાં માંગ ઉઠી હતી.


ત્યારે ચૂંટણીકાર્ડ નંબર અને નામ એન્ટર કરીને મતદારો ઓનલાઈન અને સરળતાથી ૨૦૦૨ના વર્ષની મતદાર યાદીમાંની પોતાની અને પોતાના પરિવારની વિગતો શોધી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા  વેબસાઈટ પર મતદારો માટે તાત્કાલિક સુવિધા શરુ કરવામાં આવી છે. જેથી લાખો મતદારોની ગંભીર સમસ્યાનો ઉકેલ આવ્યો છે. આ વેબસાઇટની લીંક પરથી  મતદારો વર્ષ-૨૦૦૨ની અને ગત એસઆઇઆરની યાદીમાં પોતાનું નામ, એપીક તથા સેકશનની વિગતો આંગળીના ટેરવે મેળવી શકશે. અગાઉની મતદાર યાદીમાંથી નામ સહિતની વિગતો શોઘવાની પ્રક્રિયા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે જટિલમાંથી સરળ બનાવામાં આવતા હાશકારાની લાગણી ફેલાઇ છે. 


આંગણવાડી વર્કર, મઘ્યાહન ભોજન હેલ્પરનો પણ એસઆઇઆરની કામગીરીમાં સમાવેશ
મતદાર યાદી સુધારણા એટલે કે એસઆઇઆરની કામગીરી અંતર્ગત શહેર-જિલ્લામાં ૧૨ લાખથી વધુ મતદારોની ઘેર-ઘેર જઇને તેનું નામ મતદાર યાદીમાં છે કે કેમ તેની ચકાસણી કરવાની છે. ત્યારે આ કામગીરી બીએલઓને સોંપવામાં આવી છે. તદઉપરાંત અન્ય કર્મીઓને સહયોગ માટે ફરજ સોંપણીના ઓર્ડર કરાયા છે. જેમાં આંગણવાડી વર્કર અને મઘ્યાહન ભોજન હેલ્પરનો પણ આ કામગીરીમાં સમાવેશ કરાયો છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application