૬૫ વર્ષના મીનાબેનની મહેનતની મીઠાશ..પતિના પડકારને જીલ્યો ને દેશ વિદેશ સુધી સંઘર્ષની ફેલાવી સુવાસ

  • August 17, 2024 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શોધ ના પ્રારબ્ધ રેખા હાથમાં,થોડું તો કાંડામાં પણ કૌવત જોઈએ....જે કાંડામાં બહેનએ વીરાને રાખડી પી કવચ બાંધ્યું હતું એ જ ભઇલાએ બેનડીના કાંડાનું કૌશલ્ય બરાબર પારખીને તેની રક્ષા સાથે આત્મનિર્ભર બનાવી બહેનને આવડત થકી તેના અસ્તિત્વની અલગ ઓળખ કરાવી રક્ષાબંધનની અનમોલ ભેટ આપી છે. આ વાત છે રાજકોટમાં રહેતા ૬૫ વર્ષના મીનાબેન માકડીયાની કે જેઓ મહેનતની મીઠાશ સમાજમાં પાથરી રહ્યા છે.
યુવાવસ્થા જેવી સ્ફર્તિ ધરાવતા સિનિયર સિટીઝન મીનાબેન માકડીયા એકલા હાથે દરરોજનો ૨૫–૨૫ કિલો મેસુબ બનાવી સ્ત્રી સશકિતકરણનું ઉદાહરણ પૂં પાડી રહ્યા છે. સામાન્ય રીતે આજે અનેક મહિલાઓ ઘરે બેસીને તેમની પ્રતિભા અને આવડત થકી કંઈક ને કંઈક કામ કરીને પરિવારને સપોર્ટ કરે છે તો ઘણી મહિલાઓ તેમના શોખ ના લીધે કામ કરી રહી છે આવી અનેક મહિલાઓના દ્રષ્ટ્રાંતો છે જે સમાજને અને ખાસ કરીને મહિલાઓ માટે રોલ મોડલ બની રહી છે. ઘર– પરિવારની વચ્ચે રહીને પટેલ પરિવારના અડીખમ મહિલાએ અન્ય મીઠાઈના બદલે માત્ર મેસુબ બનાવીને જ સફળતાનો સરતાજ મેળવ્યો છે.
મૂળ જામનગરના અને ઉધોગપતિ પરિવારના મીનાબેનએ ત્રણ દાયકાઓ અગાઉ મહેસુબ બનાવીને પોતાની સફર શ કરી હતી. મીનાબેનના લ જામનગરના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ રમેશભાઈ માકડીયા સાથે થયા હતા,પતિને મીઠાઈ ખાવાનો ખૂબ જ શોખ, ઘરે કંદોઈ બેસીને મીઠાઈના તાવડા ઉતરે, સંયુકત પરિવારમાં મોટા થયેલા મીનાબેન પણ રસોઈના રાણી, દરેક વ્યંજનો સ્વાદિષ્ટ્ર બનાવે માત્ર મેસુબ જ બનાવતા ન આવડે. આથી તેમના પતિ રમેશભાઈ એક વખત વાત વાતમાં ચેલેન્જ આપી કે તને કંદોઈ જેવો મેસુબ તો કયારેય નહીં આવડે, બસ આ વાતને મીનાબેને દિલમાં લઈ લીધી ને હુ  શું કામ ન બનાવી શકું.? તેવા વિચાર સાથે મીનાબેન એ આ મીઠાઈ પોતાની રીતે બનાવી અને પ્રથમ વખતમાં જ જાણે કે મીનાબેનના હાથમાં અન્નપૂર્ણા નો વાસ હોય તેવી રીતે કંદોઈના મેસુબને પણ પાછળ રાખી તેવો મેસુબ બનાવી પતિએ આપેલા પડકારમાં પાર ઊતર્યા..
ને આ રીતે તેમને મેસુબ બનાવવાની કામગીરી શ કરી હતી. શઆતના તબક્કામાં તેઓ તેમના પરિવાર અને મિત્ર વર્તુળને ત્યાં જતા ત્યારે ડબા ભરી ભરીને મેસુબ લઈને જતાં આથી તેમની આ કુનેહ અને આવડતની તેમના ભાઈ પ્રદીપભાઈ એ બરાબર પારખી લીધી, સુખી સંપન્ન પરિવાર હોવા છતાં પણ તેમના ભાઈ પ્રદીપભાઈ કોરડીયા અને તેમના ભાભી શોભનાબેન એ તેમની આ પ્રતિભાને વ્યવસાયિક ધોરણે અપનાવવા માટે પ્રેરણા આપી જેના માટે ખાસ તેમના ભાઈ પ્રદીપભાઈએ પહેલ કરી અને ૨૦૦ સભ્યો માટે ખાસ જમણવાર ગોઠવીને મેસુબ બનાવવાનો ઓર્ડર તેમના બેન મીનાબેનને આપ્યો. બસ ત્યારથી તેમની આ કહાની શ થઈ.
સૌપ્રથમ કાજુનો મેસુબ બનાવ્યો ત્યારબાદ તેમાં ઇનોવેટિવ આઈડિયા સાથે બદામ, અખરોટ,પિસ્તાના અલગ અને મિકસ મેસુબ બનાવવા અને તેમની આ મીઠાઈની મીઠાશ લોકો સુધી પહોંચવા લાગી. ૨૦૦૨માં એમના પરિવારનો બિઝનેસ રાજકોટમાં શિટ થતા તેઓ પણ અહીં સ્થાયી થઇ ગયા. ૩૦ વર્ષથી તેઓ તેમના આ મીઠાઈ બનાવવાના શોખથી જીવનની મીઠાશ માણી રહ્યા છે. આજે સાતમ આઠમ હોય કે દિવાળીના તહેવારમાં તેઓ હજાર કિલોથી પણ વધુના ઓર્ડર પૂરાં કરે છે. એમના હાથે બનાવેલી આ મીઠાઈ ની મીઠાશ માત્ર રાજકોટ જ પૂરતી સીમિત ના રહેતા દેશ વિદેશ સુધી પહોંચી છે.
આજકાલ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની આ સફળતામાં તેમના ભાઈ–ભાભીની પ્રેરણા મળી છે તો પરિવારનો પ્રેમ પણ મારી સાથે અકબધં રહ્યો છે. ઘરે બેસીને તેઓ આ બિઝનેસ કરે છે જેમાં એમના પુત્રવધુ નીપા કે જેઓ એસ.એન.કે. વાડી સ્કૂલમાં ટીચર છે, પુત્ર ગૌતમ જે પોતાની ફેકટરી ધરાવે છે અને ખાસ તેમના પતિ કે જેમને આ ચેલેન્જ આપી હતી અને તેના લીધે જ તેઓ અહીં સુધી પહોંચી શકયા છે. પુત્રવધુ વકિગ વુમન હોવા છતાં પણ તેમને મદદમાં હોય છે યારે તેમની દીકરી તૃિ અને જમાઈ કમલેશભાઈ ગોધાણી, પૌત્ર માન અને દોહીત્ર મનન તેમને સાથ આપી રહ્યા છે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે દરેક મહિલાઓમાં કંઈકને કંઈક છુપી પ્રતિભા હોય છે. બસ તેને શોધવાની જરત છે નવરા બેસીને સમય વ્યર્થ કરવો એના કરતાં કંઈકને કંઈક પ્રવૃત્તિ નિવૃત્તિને પણ માણવાનો એક અનોખી મજા આવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application