ઉત્તરપૂર્વીય રોમાનિયામાં, એક વૃદ્ધ મહિલાએ 3.5 કિલો વજનના લાલ પથ્થરનો ડોર સ્ટોપર તરીકે ઉપયોગ કર્યો હતો. તેને આ પથ્થર નદીના કિનારે મળ્યો હતો. તે પત્થરને તેના ઘરે લઈ આવી હતી. વર્ષો સુધી આ પત્થર તેમના દરવાજામાં સ્ટોપર તરીકે ઉપયોગમાં લેવાતો હતો પરંતુ એક કહેવત છે કે એક વ્યક્તિનો કચરો બીજાનો ખજાનો બની શકે છે.
દાયકાઓ સુધી દરવાજો ખુલ્લો રાખનાર આ પથ્થરની કિંમત 8.49 કરોડ રૂપિયાથી વધુ છે. કારણ કે તે વિશ્વનો સૌથી મોટો એમ્બર છે. જેને રુમાનાઈટ પણ કહેવામાં આવે છે. એમ્બર વાસ્તવમાં વૃક્ષોમાંથી કાઢવામાં આવેલા રેઝિનમાંથી બનાવવામાં આવે છે, જે બનવામાં લાખો વર્ષો લાગે છે. ધીમે ધીમે તે કઠણ બની જાય છે.
થોડા સમય પછી તે અશ્મિમાં ફેરવાય છે. જેને લોકો સામાન્ય રીતે રત્ન તરીકે માનવા લાગે છે. રોમાનિયામાં, મોટાભાગના એમ્બર કોલ્ટી ગામમાં બુજાઉ નદીની આસપાસ જોવા મળે છે. આવા પથ્થરોની શોધમાં 1920માં અહીં ખાણ શરૂ કરવામાં આવી હતી. આ વૃદ્ધ મહિલા પણ કોલટી ગામમાં રહે છે. એકવાર તેમના ઘરમાં ચોરી પણ થઈ હતી પરંતુ ચોરો આ પથ્થર લઈ ગયા ન હતા. કારણ કે તે દરવાજા પાસે પડેલો હતો.
વૃદ્ધ મહિલાનું 1991માં અવસાન થયું હતું. તે પછી તેની મિલકતના વારસદારને લાગ્યું કે હવે આ પથ્થરની જરૂર નથી. થોડી તપાસ બાદ આ પથ્થરની કિંમત જાણવા મળી. એ પછી વારસદારે આ પથ્થર રોમાનિયન રાજ્યને વેચી દીધો.
નિષ્ણાતો કહે છે કે આ પથ્થર 38 મિલિયનથી 70 મિલિયન વર્ષ જૂનો છે. બુજાઉના પ્રોવિન્શિયલ મ્યુઝિયમના ડાયરેક્ટર ડેનિયલ કોસ્ટાચે કહે છે કે આ શોધ વૈજ્ઞાનિક અને પુરાતત્વ બંને આધારો પર આશ્ચર્યજનક છે. હવે આ પથ્થર રોમાનિયાનો રાષ્ટ્રીય ખજાનો છે. તે 2022 થી બુજાઉના પ્રોવિઝનલ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદુષિત પાણીના વિતરણથી દેકારો; કાલે મ્યુનિ. કમિશનરની ચેમ્બરમાં પાણી ઢોળવાનું એલાન
April 28, 2025 03:29 PMવર્ધમાનનગરમાં રહેતા પ્રૌઢાએ પુત્રની ધમકીથી ડરી જઇ ફીનાઇલ પી લીધું
April 28, 2025 03:24 PMરસોઈ પ્રશ્ને પતિ સાથે ચડભડ થયા બાદ વૈશાલીનગરમાં પરિણીતાએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
April 28, 2025 03:19 PMઅગ્નિકાંડના પાંચ આરોપીની ડિસ્ચાર્જ અરજી પર 23મી મેના વધુ સુનાવણી
April 28, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech