દુષિત પાણીના વિતરણથી દેકારો; કાલે મ્યુનિ. કમિશનરની ચેમ્બરમાં પાણી ઢોળવાનું એલાન

  • April 28, 2025 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરમાં ડીઆઈ પાઈપ લાઈનની કામગીરી દરમિયાન પાણીની લાઈનો તુટી જવાની ઘટનાઓથી દુષિત પાણીની ફરિયાદો ફરી વખત ઉઠવા પામી છે. જેમાં વોર્ડ નં.13માં આંબેડકરનગર સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દુષિત અને દુર્ઘંધ મારતું પાણી વિતરણ થતાં આ વિસ્તારની મહિલાઓએ આજે દુષિત પાણીની બોટલો ભરી પુર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની અધ્યક્ષતામાં વોર્ડ ઓફિસ ખાતે દુષિત પાણી મુદ્દે પગલા લેવામાં નહીં આવે તો આવતીકાલે મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બરમાં પાણી રેડવાની ચીમકી આપતા અધિકારીઓમાં દોડાદોડી થઈ પડી હતી. 

વોર્ડ-૧૩ના આંબેડકર નગર સહિતના વિસ્તારોમાંથી દુષિત પાણી મુદ્દે મહિલાઓએ વોર્ડ ઓફિસ ખાતે ધસી જઈ જણાવેલ કે, વોર્ડ નં.૧૩માં  દુષિત પાણી અંગે અવારનવાર લેખિત વિગતો સાથે રજૂઆત કરવામાં આવીે છે પરંતુ નકકર પરિણામ આવતું નથી છેલ્લા વીસ દિવસથી આંબેડકરનગરમાં દૂષિત પાણી આવતું હોય તંત્ર ને જાણ કરેલ પણ કોઈ પરિણામ આવેલ નહીં એટલે આજરોજ લતાના રહેવાસી સાથે વોર્ડ ઓફીસમાં આવેલ અને જે કોર્પોરેશન આપે છે એ ખરાબ પાણીની બોટલો લઈને બહેનો આવેલ પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા રજૂઆત કરેલ ડેપ્યુટી એન્જિનિયરને કાલ સુધીમાં જો પ્રશ્નનો હલ નહીં આવે તો કાલે કમિશનરની ચેમ્બરમાં આ પાણી રેડવામાં આવશે તેવી સંભાવના પૂરેપૂરી છે માટે વોર્ડના ઓફિસરોને દોડતા કરી દીધા દસ વાગે પાણી આવે છે જો પાણી દૂષિત આવશે તો કાલે મનપાની ઓફિસ બાર વાગે મળશું તેવું સ્પષ્ટ જણાવી દીધેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application