આ અંગેની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈ ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા અધિકારીઓ સહિતના સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ચાર્જશીટ થયા બાદ સેશન્સ અદાલતમાં ગત તા.૧૯મી ડિસેમ્બરની મુદતે ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એ.ટી.પી.ઓ. મુકેશ રામજી મકવાણા, જયદીપ ચૌધરી, ગૌતમ દેવશંકર જોષી અને ચીફ ફાયર ઓફિસર ઠેબાએ કેસ ચાર્જફ્રેમ થાય તે પહેલા તહોમતમાંથી બિનતહોમત (ડિસ્ચાર્જ) કરી છોડી મુકવા અરજીઓ દાખલ કરી હતી. જેમાં ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એ.ટી.પી.ઓ. મુકેશ રામજી મકવાણા અને જયદીપ ચૌધરીની ડિસ્ચાર્જ અરજી ઉપર બંને પક્ષે દલીલો પૂર્ણ થઈ ગઈ હતી. જ્યારે હુકમ ઓર્ડર ઉપર મોકૂફ રાખવામાં આવ્યો હતો. દરમિયાન ચીફ ફાયર ઓફિસર ભીખુ જીવાભાઈ ઠેબા અને એટીપીઓ ગૌતમ દેવશંકર જોષીની પણ ડિસ્ચાર્જ અરજી થતા અદાલતે નિર્ણય એક સાથે આપવાનું ઠરાવી આજે તારીખ 28મીએ બંને આરોપીની સુનાવણી રાખી હતી. દરમિયાન આજે 28મી અદાલતમાં આરોપીઓના વકીલો આવ્યા ન હતા અને તેમના દ્વારા મુદત માંગવામાં આવી હતી, તે અનુસંધાને બાકીના બે આરોપીની આગામી સુનાવણી તારીખ 23મી મેના રોજ રાખવા કોર્ટે આજે જણાવ્યું હતું. આ કેસમાં સ્પે. પી.પી. તુષાર ગોકાણી, એડી. સ્પે.પી.પી. નીતેશ કથીરીયા, ભોગ બનનાર પરીવાર વતી રાજકોટ બાર એશો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ, અને એન.આર.જાડેજા રોકાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યારી ડેમ નજીક અકસ્માત સર્જી નાસી રહેતા કારચાલકનો પીછો કરી લોકોએ દંડાવાળી કરી, જુઓ Video...
April 28, 2025 05:39 PMજામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા મહારેલીનું આયોજન
April 28, 2025 05:35 PMહળવદ:ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે તંત્રની અણ આવડતને લીધે હજારો લિટર પાણીનો વેડફાટ
April 28, 2025 05:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech