ઈરાન ઉપર ઈઝરાયેલના હુમલાથી શેરબજાર 673માં પોઈન્ટનો કડાકો

  • April 19, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શુક્રવારે બજાર ખુલતા જ સેન્સેક્સ લગભગ 673 પોઈન્ટ ઘટીને 72,000ની નીચે આવી ગયો હતો, જ્યારે નિફ્ટી લગભગ 150 પોઈન્ટ ઘટીને 21800ની સપાટીએ આવી ગયો હતો. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે આઈટી , મેટલ અને પીએસયુ બેન્કિંગ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી.

:ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે એશિયન બજારોમાં ઘટાડો થયો છે. સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી માં તીવ્ર ઘટાડો થયો છે. શરૂઆતના ટ્રેડિંગમાં જ સેન્સેક્સ 71900 ની નીચે અને નિફ્ટી 21900 ની નીચે આવી ગયો છે. સ્મોલકેપ અને મિડકેપમાં પણ મજબૂત વેચવાલીનું દબાણ છે. નિફ્ટીના કોઈપણ સેક્ટરનો ઈન્ડેક્સ આજે લીલો નથી. આના કારણે આજે બીએસઈ પર લિસ્ટેડ કંપ્નીઓના માર્કેટ કેપમાં 3.71 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે, એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં 3.71 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

હવે ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકોની વાત કરીએ તો બીએસઈ સેન્સેક્સ હાલમાં 608.50 પોઈન્ટ એટલે કે 0.84%ના ઘટાડા સાથે 71880.49 પર છે અને નિફ્ટી 50 182.80 પોઈન્ટ એટલે કે 0.83%ના ઘટાડા સાથે 21813.05 પર છે. એક ટ્રેડિંગ દિવસ પહેલા સેન્સેક્સ 72488.99 અને નિફ્ટી 21995.85 પર બંધ થયો હતો.
એક ટ્રેડિંગ દિવસ અગાઉ એટલે કે 18 એપ્રિલ, 2024ના રોજ, પર સૂચિબદ્ધ તમામ શેર્સની કુલ માર્કેટ કેપ રૂ. 3,92,89,048.31 કરોડ હતી. આજે એટલે કે 19 એપ્રિલ, 2024ના રોજ બજાર ખુલતાની સાથે જ તે 3,89,17,408.51 કરોડ રૂપિયા પર રહ્યું. મતલબ કે રોકાણકારોની મૂડીમાં રૂ. 3,71,639.8 કરોડનો ઘટાડો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application