શાળાના બાળકોની અનોખી પ્રતિભા, કડકડાટ બોલે છે 13 અલગ અલગ ભાષા !

  • May 03, 2024 12:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં એક એવી શાળા છે જેમાં ભણતા બાળકો એક-બે નહીં પરંતુ 13 ભાષાઓ બોલે છે. મરોરી બ્લોક હાયર પ્રાઇમરી સ્કૂલ, કૈંચ વિશે આ એક ચોંકાવનારા સમાચાર છે. આ શાળાના બાળકો તેલુગુ, તમિલ, મલયાલમ, સંથાલી જેવી સ્થાનિક ભાષાઓમાં અભિવાદન કરે છે અને એકબીજા સાથે વાતચીત કરે છે. કૈંચની આ કાઉન્સિલ સ્કૂલ 1800 બેઝિક સ્કૂલમાંથી એકમાત્ર એવી છે જેણે આ સિદ્ધિ હાંસલ કરી છે. બાળકોના વાલીઓ શાળાના ઈન્ચાર્જ અને શિક્ષકોની પ્રશંસા કરે છે.

ભાષા દ્વારા શાળાના બાળકોમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની લાગણી કેળવવા ટીચર્સ દ્વારા આ પહેલ કરાઇ    છે. આ માટે સરકારે તમામ શાળાઓમાં ભાષા સંગમ કાર્યક્રમ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ, દરરોજ શાળાઓમાં બાળકોને દેશમાં બોલાતી કોઈને કોઈ ભાષાથી પરિચિત કરાવવાનું હતું. આ માટે બીએસએએ તમામ બ્લોક એજ્યુકેશન ઓફિસરોને સૂચનાઓ પણ જારી કરી હતી અને તેઓએ શાળાના આચાર્યોને તેનો અમલ કરવા સૂચના આપી હતી. આ કાર્યક્રમ એક મહિના સુધી શાળાઓમાં ચાલવાનો હતો અને ત્યારબાદ શાળાઓએ વિભાગીય વેબસાઇટ પર બાળકોના ફોટા અને વિડિયો અપલોડ કરવાના હતા.

માત્ર મરોરી બ્લોકની ઉચ્ચ પ્રાથમિક શાળાના ઈન્ચાર્જ મુખ્ય શિક્ષક વૈભવ જયસ્વાર જ જિલ્લામાં આ સિદ્ધિ મેળવી શક્યા. પોતાની મહેનતથી તેણે બાળકોને મલયાલમ, મરાઠી, ઉર્દૂ, તમિલ, તેલુગુ, સિંધી, પંજાબી, સંથાલી જેવી 13 ભાષાઓનું પ્રાથમિક જ્ઞાન આપ્યું. આ ભાષાઓની સાથે તેમણે બાળકોને ત્યાંની સંસ્કૃતિનો પણ પરિચય કરાવ્યો હતો.

આ બાદ શાળામાં ભાષા સંગમ કાર્યક્રમનું સમાપન થયું. આ પ્રસંગે બાળકોએ જે પ્રાંતની ભાષા શીખી હતી તે પ્રાંતની વેશભૂષામાં સંવાદ કરીને ભાષાનું નિદર્શન કર્યું હતું. શાળામાં બાળકોનો આ કાર્યક્રમ જોઈ બીએસએ તેમજ બાળકોના વાલીઓ અભિભૂત થઈ ગયા હતા. વૈભવ જયસ્વારે કાર્યક્રમના ફોટા અને વિડીયો વિભાગીય વેબસાઈટ પર પણ અપલોડ કર્યા છે. શાળાના શિક્ષકો બબીતા મિત્તલ, નૌરીન નાઝ, ચાંદની બગ્ગાએ પણ બાળકોને બિન-પ્રાંતની ભાષાઓ શીખવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News