જયારે રાષ્ટ્ર્રીય હિત સંકળાયેલુ હોય ત્યારે યુદ્ધ અનિવાર્ય છે અને તેમ કરતા કોઈ અચકાશે નહી તેમ ટકોર કરી ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ જણાવ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિતિ સ્થિર છે પરંતુ સંવેદનશીલ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, એલએસી પર ભારતીય સૈનિકોની તૈનાતી અને અન્ય સૈન્ય સુવિધાઓ વધારો કરવાથી હાલ આપણે ખૂબ જ મજબૂત સ્થિતિમાં છીએ. આપણે તેને સંતુલિત સ્થિતિ કહી શકીએ. આપણે સરહદ પર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ છીએ.આર્મી સેના પ્રમુખે કહ્યું કે, દરેક મોરચા પર સૈનિકોની તૈનાતી ખૂબ જ મજબૂત છે. યાં સુધી અમારી સૈન્ય તૈયારીનો સવાલ છે, અમારી સેના એલએસી પર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ છે.
'ઈન્ડિયા એન્ડ ધ ઈન્ડો–પેસિફિક: થ્રેટસ એન્ડ ચેલેન્જિસ' વિષય પર એક કાર્યક્રમને સંબોધતા જનરલ મનોજ પાંડેએ કહ્યું કે એલએસી પર નજીકથી નજર રાખીને, આપણે એ પણ જોવું પડશે કે પાયાના માળખા સાથે અને સૈન્યની સુવિધા માટે હજુ આપણે અન્ય શું વિકાસ કરી શકીએ. આર્મી ચીફ આ ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવ અને તેની ભવિષ્યની તૈયારીઓને કારણે એલએસીપર વધી રહેલા તણાવ અંગેના એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા.તેમને પૂછવામાં આવ્યું હતું કે શું ૫ મે, ૨૦૦૫ના રોજ પૂર્વી લદ્દાખ સરહદ પર પેંગોંગ તળાવ વિસ્તારમાં હિંસક સંઘર્ષ અને જૂન ૨૦૨૦માં ગલવાનમાં ગંભીર સૈન્ય સંઘર્ષને કારણે બંને સેનાઓ સામસામે ઉભી છે. એલએસી પર વર્તમાન પરિસ્થિતિ શું છે? જનરલ મનોજ પાંડેએ કહ્યું કે જો હત્પં એલએસીની સ્થિતિ વિશે ટૂંકમાં કહત્પં તો તે સ્થિતિ સ્થિર પરંતુ સંવેદનશીલ છે.
ભારત અને ચીને તાજેતરમાં સરહદ વિવાદના ઉકેલ માટે ઉચ્ચ સ્તરીય સૈન્ય વાટાઘાટોનો એક નવો રાઉન્ડ યોયો હતો, જેમાં બંને પક્ષો જમીન પર 'શાંતિ અને સંવાદિતા' જાળવવા માટે સંમત થયા હતા, પરંતુ કોઈ સફળતાના સંકેત મળ્યા નથી. આર્મી ચીફને એ પણ પૂછવામાં આવ્યું હતું કે સરહદ પરની અથડામણોમાંથી શું પાઠ શીખવા મળ્યો છે, જેના પર તેમણે કહ્યું કે, આપણે માત્ર સરહદ પર જે થઈ રહ્યું છે તેનાથી ખૂબ જ મોટો પાઠ શીખવાની જર નથી, પરંતુ હત્પં કહીશ કે દુનિયામાં શું થઈ રહ્યું છે તે જોઇને પણ મોટો બોધપાઠ લેવાની જર છે. તેમણે કહ્યું કે વ્યૂહાત્મક સ્તરે, રાષ્ટ્ર્રીય સુરક્ષા આંતરરાષ્ટ્ર્રીય સિસ્ટમમાં મહત્વ મેળવી રહી છે અને આનાથી એ છે કે યારે રાષ્ટ્ર્રીય હિત સંકળાયેલા હોય છે, ત્યારે દેશો યુદ્ધમાં જતા અચકાશે નહીં. આત્મનિર્ભરતાનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું, આપણા માટે માત્ર સંઘર્ષમાં જ નહીં, પરંતુ રોગચાળાના સમયમાં પણ આત્મનિર્ભર બનવું મહત્વપૂર્ણ છે જેથી નિકાસ અથવા આયાત પર નિર્ભરતા લગભગ શૂન્ય રહે.યારે એલએસી પર તણાવ વધવાની સંભાવના હોવાનો દાવો કરતા આંતરરાષ્ટ્ર્રીય અહેવાલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે આર્મી ચીફે કહ્યું, અમે વિવિધ આકસ્મિક પરિસ્થિતિઓ માટે યોજના બનાવીએ છીએ.
જો પરિસ્થિતિ વધુ વણસે તો શું ભારતીય સેનાનો જવાબ ૧૯૬૨ના યુદ્ધ કરતા અલગ હશે? આ પ્રશ્ન પર તેણે કહ્યું, ચોક્કસપણે. પ્રતિભાવ અસરકારક રહેશે અને પરિસ્થિતિને અનુપ હશે.જનરલ પાંડેએ એમ પણ કહ્યું હતું કે ભવિષ્યમાં સંઘર્ષ કેવી રીતે થશે અને કેવી રીતે કોઈ ટેકનોલોજીનો લાભ લઈ શકે છે અને યુદ્ધની પરંપરાગત પદ્ધતિઓથી આગળ જોઈ શકે છે તે ઓળખવાની જર છે.તેમણે કહ્યું, અમે હાલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ૫જી, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ડ્રોન, સર્વેલન્સ સિસ્ટમ્સ, સાયબર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમે દેશમાં ઉપલબ્ધ અપાર નવીનતા અને સ્ટાર્ટ–અપ સંભવિતતાનો લાભ લેવા માંગીએ છીએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ઉતરાયણ બની ઘાતક, 10 લોકોના ગાળા કપાયા, અકસ્માતની 21 ઘટના, જાણો તંત્રએ લોકોને શું અપીલ કરી?
January 14, 2025 01:09 PMટ્રમ્પે અમેરિકનોને જ વધુ નોકરીએ રાખવાનું વચન આપ્યું, H-1B વિઝા પોલિસીથી ભારતીયોનું ટેન્શન વધ્યું
January 14, 2025 12:57 PMગૌતમ અદાણીની અદાણી પાવર સહિતની કંપનીઓના શેર 20 ટકા સુધી વધ્યા, જાણો આ ઉછાળાનું રહસ્ય
January 14, 2025 12:51 PMશું આઇફોન હેક થઈ શકે? જાણો સિક્યોરિટી રિસર્ચરે શું મોટો ખુલાસો કર્યો
January 14, 2025 12:42 PMજોધપુર સગીર બળાત્કાર કેસમાં આસારામ ૧૧ વર્ષ પછી જામીન પર બહાર આવશે, હાઈકોર્ટ તરફથી વચગાળાની રાહત
January 14, 2025 12:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech