આપણે હમેશા એવી જ ઘડિયાળ જોઈ છે, જે ડાબી બાજુથી જમણી બાજુ ચાલે છે. દુનિયાના કોઈ પણ ખૂણે જાય સામાન્ય રીતે આ પ્રકારની જ ઘડિયાળ જોવા મળે છે. પરંતુ એવું જાણવા મળે કે આપણા ગુજરાતમાં જ વસતા એક સમુદાયના લોકો આનાથી એકદમ અલગ ખી શકાય એવી ઘડિયાળ વાપરે છે તો જાણીને નવાઈ પામશો.
આ ઘડિયાળ ઊંધી દિશામાં ચાલે છે પણ સમય સાચો જ બતાવે છે. આ ઘડિયાળ આદિવાસી ઘડિયાળ તરીકે ઓળખાય છે.
બિરસા મુંડાના ફોટાવાળી ઘડિયાળ
આ આદિવાસી સમુદાય પંચમહાલમાં વસે છે. તેઓની એક ખાસિયત એ પણ હોય છે કે તેઓ પોતાની પરંપરા કે રીતી-રીવાજોને હજુ પણ માને છે અને પરંપરા મુજબ તેઓ તેમના દરેક કાર્ય જમણી બાજુથી ડાબી બાજુએ કરે છે. પંચમહાલમાં આદિવાસીઓના ઘરમાં દીવાલ પર અલગ જ ઘડિયાળ જોવા મળે છે. જે જમણેથી ડાબી તરફ ફરે છે.
આ આદિવાસી ઘડિયાળ વિજ્ઞાન, ધર્મ, પ્રકૃતિ અને બ્રહ્માંડ સાથે જોડાયેલી હોય છે એવું માનવામાં આવે છે. જેમાં બિરસા મુંડાનો ફોટો પણ છે. બિરસા મુંડાને આદિવાસી સમાજમાં આદરણીય માનવામાં આવે છે.આદિવાસી ઘડિયાળ અત્યારે આકર્ષણનું કેન્દ્ર બની છે.
જાણો શું છે માન્યતા
આદિવાસી સમાજ પોતાને પ્રકૃતિના પૂજક માને છે. તેથી તેઓ પ્રકૃતિ કે બ્રહ્માંડની ગતિવિધિઓના આધારે દરેક કાર્યો જમણેથી ડાબી બાજુની દિશામાં કરે છે. તેઓ જમીન ખેડવામાં પણ હળને જમણેથી ડાબી બાજુ જ ચલાવે છે. ઘંટીમાં અનાજ દળવા માટે ઘંટી પણ જમણેથી ડાબી બાજુએ ફેરવે છે અને લગ્નના ફેર પણ જમણી તરફથી ફરતા હોય છે. લગ્ન સમયે જે આદિવાસી નૃત્ય રમે છે તે પણ જમણી તરફથી રમાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech