ઉપલેટામાં રાજકીય વાતાવરણ ગરમાયું: જિલ્લા ભાજપ મહામંત્રી વિરૂધ્ધની પત્રિકા વાયરલ

  • March 05, 2025 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉપલેટામાં છેલ્લા ઘણાં સમયથી કોઈની નજર લાગી રહી હોય તેમ નગરપાલિકાની ચૂંટણી વખતે ટાવરવાળા બિલ્ડીંગમાં ભ્રષ્ટ્રાચાર, ટીકીટોની વહેંચણી, ખનીજ માફીયાઓના હા તેમજ થોડા દિવસો પહેલા વિધર્મી યુવાન દ્રારા જાહેરમાં ગાળો બોલવી સહિતની ઘટનાઓ માંડ શાંત પડી છે ત્યારે ગઈકાલે વધુ એક કથીત પત્રીકા જિલ્લા ભાજપના મહામંત્રીની વિરૂધ્ધમાં બહાર પડતા રાજકીય ખળભળાટ મચી ગયો છે અને ખાનગી રાહે પોલીસ પણ આ પત્રીકા બહાર પાડનાર સામે તપાસ કરી રહી છે. ગઈકાલે સોશિયલ મીડીયામાં જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડીયાના નામ જોગ આક્ષેપ કરતી પત્રીકા વાયરલ થતાં ભારતીય જનતા પાર્ટી અને કાર્યકરોમાં સોંપો પડી ગયો હતો. આ પત્રીકા ચોકકસ શખસોએ વાયરલ કરી છે તેવી શંકા સાથે અગાઉ ભાજપમાં હોદેદાર રહી ચુકેલા પાંચ જેટલી વ્યકિતને પોલીસનું તેડું આવ્યાની પણ કાર્યકરોમાં ચર્ચા જોવા મળી રહી હતી અને ભારે નારાજગી વ્યાપી ગઈ છે.
બહાર પાડવામાં આવેલ પત્રીકામાં લખવામાં આવ્યું છે કે, જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડીયા દ્રારા તાજેતરમાં સ્થાનીક સ્વરાયની ચૂંટણીમાં ઉમેદવારો પાસેથી તગડી રકમ લઈ ટીકીટોની વહેંચણી કરવામાં આવી છે. તેમજ તાજેતરમાં યોજાયેલી ડુમીયાણી સીટ તાલુકા પંચાયતની ચૂંટણીમાં પક્ષ વિરૂધ્ધ કામ કરી પાર્ટીના સત્તાવાર ઉમેદવારને હરાવવામાં મહત્વની ભુમીકા ભજવી છે. તેમજ સિનિયર આગેવાનોની અવગણના કરવામાં આવી છે. ઉપરાંત શહેરના એક પ્રતિીત ડોકટરની પુત્રવધુને વિધર્મી નબીરાની સાથે ભગાડવામાં ખુલ્લી મદદ કરી છે.
આજ લોકોને નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૯માં ભાજપના મેન્ડેડ પણ આપી દીધા હતા. તેમજ રવિભાઈ માકડીયાએ ભાજપના હોદ્દાનો ઉપયોગ કરી સામાન્ય ધંધામાંથી આજે કરોડો રૂપિયાના આસામી બની ગયા છે. આવા અનેક ગંભીર આક્ષેપો આ નનામી પત્રીકામાં કરવામાં આવતા સ્થાનીક તેમજ જિલ્લ ા ભાજપના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઉપલેટા નગરપાલિકાની હોદ્દેદારોની ચૂંટણી પહેલા સોશિયલ મીડીયામાં નનામી પત્રીકા વહેતી થતાં ઉપલેટા પંથકમાં આ ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application