રાજકોટ શહેર પોલીસના ઈતિહાસમાં પુતળાદહનમાં કયારેય પણ ન નોંધાઈ હોય તેવી ૧૦ વર્ષ સુધીની સજાઈની જોગવાઈ સુધીની પરસોતમભાઈના પુતળાદહનમાં કલમો પ્ર.નગર પોલીસ દ્રારા લગાડાતા રાગદ્રેશથી આવી ભારે કલમો લગાડીને ગુનો નોંધાયાની મિનિટોમાં જ ત્રણની ધરપકડ પણ કરી લીધાના ક્ષત્રિય સમાજની તર્કબધ્ધ બૌધ્ધિક રજૂઆત, શિસ્તબધ્ધ લડાઈ સામે અંતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ભારેખમ કલમો હટાવી ત્રણેયને પોલીસ મથકેથી જ જામીન આપી દેતાં સમગ્ર મામલો થાળે પડયો હતો.
પરસોતમભાઈ રૂપાલાએ કરેલી ટિપ્પણી આમ છેલ્લ ા એક સાહથી ક્ષત્રિય સમાજમાં ચાલી રહેલા વિરોધ, દેખાવો, આંદોલનમાં ગત શનિવારના સાંજના સમયે રાજકોટમાં રેલનગરમાં ક્ષત્રિય સમાજના યુવકો દ્રારા પરસોતમભાઈનું પુતળાદહન કરાયું હતું. જે તે સમયે પ્ર.નગર પોલીસ અન્ય અધિકારીઓ આવી પહોંચ્યા હતા. પુતળાદહનમાં ત્યાં હાજર કોઈ સામે ત્યારે અટકાયત ન કરાઈ કે કોઈ પગલા લેવાયા ન હતા. રાત્રે ભારેખમ કલમો પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એકટ, રાયોટ, પૂર્વયોજીત કાવતરૂ, જાહેરનામાના ભગં સહિતના આરોપો સાથે સરકાર પક્ષે પોલીસમેન તુલસીભાઈ ચુડાસમાએ ફરિયાદી બની ગુનો નોંધાવ્યો હતો.
ડીસીપી ઝોન–૨ સુધીરકુમાર દેસાઈ, પીઆઈ બી.એમ.જણકાટ સહિતના પ્ર.નગર પોલીસે રાત્રે હાજર હતા. રાત્રીના જ પીએસઆઈ બી.વી.ચુડાસમા તથા તેમનો સ્ટાફ રેલનગરમાં દોડી ગયો હતો અને નરેન્દ્રસિંહ લાખુભા જાડેજા, નવલસિંહ અજીતસિંહ જાડેજા તથા મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદુભા ભીમસિંહ પરમારની મોડીરાત્રે ધરપકડ કરી હતી. પોલીસે સાંજે સ્થળ પર કોઈ કાર્યવાહી ન કરી અને બાદમાં ગુનો નોંધી મોડીરાત્રે ભારેખમ કલમો હેઠળના આરોપસરના ગુનામાં ત્રણેયને ઉઠાવી લેતાં પોલીસના આવા ત્વરિત વલણ, કાર્યવાહી સામે ક્ષત્રિય સમાજમાં સવાલો ઉઠયા હતા.
ગઈકાલે સવારથી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, યુવાનો, એડવોકેટસ તેમજ બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને ભૂતકાળમાં કયારેય પુતળાદહનમાં આવી ભારે કલમ લાગી ન હોવાથી પરસોતમભાઈ રૂપાલાની સૂચનાથી જ પોલીસ આવો ગુનો દાખલ કર્યાના અથવા તો જો તેમની કોઈ સૂચના ન હોય તો પોલીસે રાગદ્રેશ સાથે અને જો કોઈ રાગદ્રેશ પણ ન હોય તો અન્ય કોઈ પોલીટિકલ પાર્ટીનો હાથો તો નથી બન્યાને? જો આવું પણ ન હોય તો શું રાજકોટ પોલીસનો એવો ઈરાદો હતો કે આવી ભારે કલમો લગાવીએ તો આ રોષ રાયસ્તરે ક્ષત્રિયોમાં ફેલાય અને ભાજપને નુકસાનકર્તા બને એવો શું કોઈ ઈરાદો હતો? આવા બૌધ્ધિક તર્કબધ્ધ સાલો પોલીસ સમક્ષ ઉઠાવાયા હતા. જો આવું કાંઈ ન હોય તો ભાજપ, કોંાગ્રેસ, આપ કોઈપણ રાજકીય પક્ષ સંગઠન પૂતળાદહન વિરોધ પ્રદર્શન કરશે તો આ બધી જ ભારે કલમો હેઠળ ગુનો પોલીસ નોંધશે કે આવા રાજકીય પૂતળાદહન સામે પૂતળારૂપ બની જશે? આવી પણ રજૂઆતો થઈ હતી. પોલીસ અધિકારીઓનો એક જ જવાબ હતો કે સમજો છો આવું કશું નથી. અંતે સી.પી. કચેરી ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓને તર્કબધ્ધ મુદ્દાસરની તેમજ એડવોકેટસ દ્રારા લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ સાથે કરાયેલી રજૂઆત, બૌધ્ધિક લડાઈ સામે પોલીસને સત્ય સમજાતા મામલો થાળે પડયો હતો.
મહાપાલિકાના સિટી ઈજનેરે પણ એવો રિપોર્ટ આપ્યો હતો કે રોડ–રસ્તાને પૂતળાદહનથી કોઈ નુકસાન નથી જેથી પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એકટની કલમ રાયોટની કલમ હટાવવાની પ્રક્રિયા સાથે ત્રણેય ઈસમને પોલીસ મથકેી જ ામીન મુકત કર્યા હતા. શિસ્તબધ્ધ દેખાવ અને તર્કબધ્ધ, લીગલ રજૂઆત સાથે મામલો થાળે પડી જતાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્રારા પણ ઉચ્ચ અધિકારીઓનો આભાર વ્યકત કરાયો હતો. હાલના તબક્કે પૂતળાદહનનો ઈસ્યુ શાંત પડી ગયો હોવાનું પણ રજૂઆતકર્તા ક્ષત્રિય આગેવાને જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech