ગુજરાત સરકારે ફિક્સ પે કર્મચારીઓને લઈને મોટી જાહેરાત કરી છે. નાણાં વિભાગે ફિક્સ પે કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. નાણાં વિભાગની જાહેરાત મુજબ ફિકસ પે વેતન ધારકોનું 12 કલાકથી ઓછા સમયનું ભથ્થું વધારી 200 કરવામાં આવ્યું છે. અને 12 કલાકથી વધુ સમયનું ભથ્થુ વધારી 400 કરવામાં આવ્યું છે. તેમજ ફિકસ પે વેતન ધારકોને મુસાફરી અને બસ ભાડુ રેલવે પ્રમાણે મળશે.
રાજ્ય સરકાર ફિકસ પગાર વેતન ધારકોના ભથ્થામાં વધારો કરતાં જે કર્મચારીઓને સરકારી કામ માટે બહાર જવાનું થાય ત્યારે 6 કલાકથી વધુ પણ 12 કલાકથી ઓછું રોકાણ હોય ત્યારે તેમને હવે પછીથી નવા ભાવ વધારો મુજબ ભથ્થું મળશે. સરકારી કર્મચારીઓના ભથ્થામાં વધારો કરતા 12 કલાકથી ઓછા સમયના રોકાણમાં ભથ્થું વધારી 120નાં બદલે રૂ.200 મળશે અને વધુ સમયના ભથ્થા પેટે એટલે કે 12 કલાકથી વધુ સમયના રોકાણ માટે નવા લાગુ કરાયેલા નિયમ મુજબ ભથ્થા પેટે 400 રૂપિયા મળશે. સરકારી કર્મચારીઓના 12 કલાકથી વધુ રોકાણમાં 240ની ભથ્થું મળતું હતું તેમા વધારો કરતા હવેથી 400 રૂપિયા મળશે.
નાણાં વિભાગે આપી મંજૂરી
ફિક્સ પે કર્મચારીઓના ભથ્થાને લઈને નાણા વિભાગમાં રજૂઆત કરાયા બાદ ભથ્થામાં મંજૂરી મળતા આજે જાહેરાત કરવામાં આવી. ફિક્સ પે કર્મચારીઓના ભથ્થાને લઈને નાણા વિભાગમાં રજૂઆત કરાયા બાદ ભથ્થામાં મંજૂરીને લઈને ઠરાવ પસાર થતા આજે જાહેરાત કરવામાં આવી છે. અગાઉ ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર 2024માં રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરાયો હતો. આ વધારો 1 જુલાઈ 2024થી અમલમાં આવ્યો હતો. રાજ્ય સરકાર અને પંચાયતના લગભગ 9 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને ભથ્થાના વધારાનો લાભ મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરડીસી બેન્કના લોકરમાંથી અગ્રણી બિલ્ડરના ૫૪.૧૭ લાખના ઘરેણાની ચોરી
May 10, 2025 11:39 AMપ્રવર્તમાન તંગદિલીની સ્થિતિને પગલે આરોગ્યમંત્રીએ વ્યવસ્થાની સમીક્ષા કરી
May 10, 2025 11:39 AMમાંગરોળ બંદર વિસ્તારમાં મરિન ટાસ્ક ફોર્સ તૈનાત: તત્રં દ્રારા મોક ડિ્રલ
May 10, 2025 11:38 AMમુખ્યમંત્રી મોડી રાત સુધી સ્ટેટ કંટ્રોલ રૂમમાં બેઠા
May 10, 2025 11:36 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech