મુખ્યમંત્રી મોડી રાત સુધી સ્ટેટ કંટ્રોલ રૂમમાં બેઠા

  • May 10, 2025 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભયાનક તણાવ અને પાકિસ્તાન દ્રારા સતત કરવામાં આવી રહેલા ઉશ્કેરણીજનક પ્રયાસો વચ્ચે ગુજરાત રાય સુરક્ષાની દ્રષ્ટ્રિએ સંપૂર્ણપણે શરૂ થઈ ગયું છે. ગઈકાલે મોડી રાત્રે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્ટેટ કંટ્રોલ રૂમ બેસીને સરહદી ગામોની સ્થિતિની સમીક્ષા કરી હતી જર પડે સરહદી ગામોમાં સ્થળાંતર અને બચાવ ની કામગીરી સતર્કતા અને સજતા જિલ્લ ા કલેકટરો સાથે પણ વાતચીત કરી હતી. કચ્છ દ્રારકા જામનગર બનાસકાંઠા જિલ્લ ાના કલેકટર સાથે સતત સંપર્કમાં રહ્યા હતા. ગઈકાલે દિવસ દરમિયાન સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાય સરકારના વિવિધ વિભાગોના વરિ  સચિવો, સંબંધિત જિલ્લ ાના વહીવટી વડાઓ અને પોલીસ તંત્રના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સાથે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી ગુજરાતની સુરક્ષા અંગેની માહિતી મેળવી હતી. સુરક્ષાને ધ્યાને રાખીને ગુજરાતના પાકિસ્તાન સાથે જોડાયેલા સરહદી ગામોમાં સુરક્ષાદળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અગાઉ, સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ પણ જાહેર કરાયો હતો. આ સાથે, ભુજ એરપોર્ટને પણ સેનાને હવાલે કરી દેવામાં આવ્યું છે, જે હવાઈ સુરક્ષાની દ્રષ્ટ્રિએ મહત્વપૂર્ણ પગલું છે. સંભવિત આપત્તિની સ્થિતિ દરમિયાન સંપર્ક જળવાઈ રહે તે માટે હોટલાઇન સેટેલાઈટ ફોન દૂરસંચાર વગેરે માધ્યમોની ચકાસણી કરી લેવા તાકીદ કરવામાં આવી હતી પેટ્રોલ ડીઝલ સહિત આવશ્યક ચીજ વસ્તુઓની કયાંય કમી ન સર્જાય તે માટે પૂરતા સંગ્રહની તકેદારી રાખવા આદેશ અપાયો હતો. સરહદી વિસ્તારના આવેલા ગામોની ગતિવિધિ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે આર્મી એરફોર્સ નેવી કોસ્ટકાર્ડ બીએસએફ જેવી કેન્દ્રીય એજન્સીઓ સાથે જરી સંકલન કરવા પણ ગૃહ વિભાગની સૂચના આપવામાં આવી હતી ગઈકાલે મોડી રાત સુધી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી મુખ્ય સચિવ પંકજ જોશી મહેસુલ સચિવ જયંતિ રવિ સહિતના અધિકારીઓ કંટ્રોલ મ પર સ્થિત રહ્યા હતા. અને પ્રવર્તમાન સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા

આરોગ્ય અને ઇમર્જન્સી સેવાઓની સતા
ઇમર્જન્સીની સ્થિતિને પહોંચી વળવા રાયના આરોગ્ય વિભાગ દ્રારા વ્યાપક તૈયારીઓ કરાઈ છે. આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા તમામ તબીબો, પેરામેડિકલ તથા અન્ય અધિકારી કર્મચારીઓની માંદગી સિવાયની તમામ પ્રકારની રજાઓ રદ કરવામાં આવી છે અને તેમને ફરજ પર તાત્કાલિક હાજર થવા તથા હેડકવાર્ટર ન છોડવા આદેશ કરાયો છે. આરોગ્ય વિભાગ દવાઓનો પૂરતો સ્ટોક, ડોકટરોની ટીમો, લાઈટ કટ થાય તો જનરેટરોની વ્યવસ્થા કરવા સહિતની સૂચનાઓ આપી દેવામાં આવી છે. એમ્બ્યુલન્સ વ્યવસ્થા: ઇમર્જન્સી સેવાને પહોંચી વળવા અમદાવાદથી ૭૫ નવી જેટલી એમ્બ્યુલન્સ કચ્છ, ભુજ, જામનગર અને દ્રારકા ખાતે મોકલવામાં આવી છે. જેમાં ૪૦ કચ્છ ભુજ ખાતે, ૨૦ જામનગર અને ૧૫ દ્રારકા ખાતે ફાળવાઈ છે. કચ્છના સંવેદનશીલ વિસ્તાર ભુજમાં વધારાની ૩૦ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રખાશે. દરેક એમ્બ્યુલન્સમાં બે સ્ટાફ મૂકવામાં આવ્યા છે અને તેઓ જે તે જિલ્લ ાના કલેકટરની સૂચના પ્રમાણે સ્થળ ઉપર ૨૪ કલાક હાજર રહેશે.  અલગ અલગ શહેરોમાંથી પણ એમ્બ્યુલન્સ કચ્છ ખાતે પહોંચી છે. હોસ્પિટલની તૈયારીઓ: જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ૮૦૦ બેડ સાથે સંપૂર્ણ સ બની છે. તમામ તબીબો, નસિગ સ્ટાફ અને વર્ગ ૪ના કર્મચારીઓની રજાઓ રદ કરાઈ છે. આગામી ત્રણ મહિના માટે પૂરતો દવાનો સ્ટોક અને આવશ્યક ઓકિસજનનો જથ્થો સંગ્રહ કરાયો છે. જિલ્લ ામાં રકતની અછત ન સર્જાય તે માટે રકતદાન કેમ્પના આયોજનની તૈયારીઓ ચાલી રહી છે.  પાટણના ધારપુરની હોસ્પિટલમાં પણ ઇમર્જન્સી માટે ૧૧૫ ડોકટર, ૩૨૫ નસિગ સ્ટાફ, ૧૫૦ પેરામેડિકલ સ્ટાફ તૈનાત રખાયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧,૬૧૮ બેડ છે અને ૨૦ આઈસીયુ અને વેન્ટિલેટર બેડ રિઝર્વ રખાયા છે. દવાઓનો સ્ટોક પણ વધારવામાં આવી રહ્યો છે.

દરિયાઈ અને સંવેદનશીલ સ્થળોની સુરક્ષા
ગુજરાતના દરિયાઈ કિનારા અને સંવેદનશીલ સ્થળોએ પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે. રાયના ૧૬૦૦ કી.મી લાંબા દરિયાઈ કિનારે બ્લેક કમાન્ડો અને મરીન કમાન્ડો દ્રારા પેટ્રોલિંગ વધારાયું છે. ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં હથિયાર સાથે પોલીસ જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા છે. સંવેદનશીલ  વિસ્તારોમાં સિકયુરિટી ગોઠવાઈ છે  ઉપરાંત દેવભૂમિ દ્રારકાના દરિયા કિનારે ભારતીય સેનાએ મોરચો સંભાળી લીધો છે. જગત મંદિરમાં સુરક્ષા એજન્સીઓએ વ્યવસ્થા કડક કરી છે. ઓખા પણ સતર્ક છે. જિલ્લ ા કલેકટર અને પોલીસ વડાએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી છે. દાયકાઓ પહેલા પાકિસ્તાને દ્રારકા પર હત્પમલો કર્યેા હોવાથી આ વિસ્તારમાં વિશેષ સુરક્ષા વધારાઈ છે. જિલ્લ ાના તમામ અધિકારીઓની રજાઓ રદ કરાઈ છે અને દરિયા કિનારેથી સ્થાનિક લોકોને ઘરે જવા સૂચના અપાઈ છે. દ્રારકાધીશ મંદિર પરિસરમાં હથિયારધારી જવાનો તૈનાત કરાયા છે. સોમનાથ: દેશના પ્રથમ યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર પર હાઈ એલર્ટ સાથે સુરક્ષા સઘન કરાઈ છે. ગીર સોમનાથ જિલ્લ ા પોલીસ વડાએ વધુ પોલીસ અધિકારીઓની નિમણૂક કરી છે. દરિયાઈ પેટ્રોલિંગ, કયુઆરટી ટીમમાં વધારો કરાયો છે. ડોગ સ્કવોડ, બોંબ સ્કવોડ દ્રારા સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. હોટલ ગેસ્ટહાઉસમાં આવતા પ્રવાસીઓ પર નજર રાખવા સાથે બસ અને રેલવે સ્ટેશન પર સરપ્રાઈઝ ચેકિંગ કરાઈ રહ્યું છે. શામળાજી: અરવલ્લ ીના શામળાજી મંદિરમાં બોમ્બ સ્કવોડ અને એસ ઓ જી દ્રારા વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે અને દર્શન માટે આવતા યાત્રાળુઓની પણ ચકાસણી કરાઈ રહી છે.

ખોટી માહિતી અને અફવાઓ સામે કાર્યવાહી
સોશિયલ મીડિયાના માધ્યમથી અફવાઓ ફેલાવવા અને સેનાનું મનોબળ તૂટે તેવી પોસ્ટ કરનારા તત્વો સામે રાય સરકાર કડક બની છે. આવા ચાર લોકો સામે અત્યાર સુધીમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગૃહ રાયમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં તમામ જિલ્લ ા પોલીસ વડાઓને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. તેમણે નાગરિકોને પણ કોઈ અફવા કે ફેક મેસેજ પર ધ્યાન ન આપવા અને સાચી માહિતી માટે જિલ્લ ા તંત્રનો સંપર્ક કરવા અપીલ કરી છે. ગૃહ વિભાગ આવી પોસ્ટ કરનાર પર બાજ નજર રાખી રહ્યું છે. આર્મી સૈન્યની મૂવમેન્ટ અંગે કોઈ પણ પ્રકારની માહિતી શેર કરનાર કે તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરનાર સામે પણ કાર્યવાહી કરવા આદેશ અપાયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application