મત લેવા હોય તો બે હાથ જોડો છો, ફરિયાદ સાંભળતા નથી: બાબરામાં મહિલાઓએ નેતાને ખખડાવ્યા

  • May 10, 2025 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાબરા નગરપાલિકા હરહંમેશ ચર્ચામાં રહેલી છે. બાબરા શહેરની પ્રજાને પાયાની સુવિધાઓ આપવામાં નગરપાલિકા પ્રમુખ.. ઉપપ્રમુખ કારોબારી સહિત સતાધીશોને કોઈ જ રસ નથી તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. હાલ તો નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સહિત સતાધીશો બાબરા શહેરના પ્રાથમિક પ્રશ્નો હલ કરવાને બદલે મોટા મોટા બીલો હલ કરવામાં પોતાની આગ સૂઝબુજ દેખાડી રહ્યા છે શહેરની ચિંતા ને રોડ પાણી સ્વચ્છતા જેવી પ્રાથમિક જરિયાતો આપવામાં નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી નિષ્ફળ નિષ્ફળ નીવડેલા છે.



હાલ સામે આવેલી વિગત અનુસાર બાબરા વોર્ડ નંબર ૫ કે જે નગરપાલિકા પ્રમુખ પ્રવીણ કરકરનો વોર્ડ છે તે વોર્ડમાં અંદાજિત ૧૫ થી ૨૦ દિવસ સમય ઉપરાંતથી પાલિકા દ્રારા વિતરણ થતા પીવાના પાણી સાથે ગટરનું દૂષિત પાણી ભળી ગયું હોય તે બાબતની ફરિયાદ રહીશોએ અવારનવાર નગરપાલિકાને કરેલી તેમજ નગરપાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેન અશ્વિન મકવાણાને પણ જાણ કરેલી પરંતુ નગરપાલિકા ના કર્મચારીઓ ગટર સાફ કરી જતા રહેતા અને કોઈ નક્કર નિવારણ આજ દિન સુધી લાવેલ ન હોય વોર્ડ નંબર ૫ ની બહેનો રણચંડી બની છે.


વોર્ડ નંબર પાંચ ની બહેનોએ સ્પષ્ટ્ર જણાવ્યું કે પ્રવીણ કરકર યારે ચૂંટણી હતી ત્યારે મત માગવા પગે પડી ગયા હતા. પરંતુ અત્યારે પ્રમુખ થઈ ગયા એટલે કોઈ પણ પ્રશ્નો સાંભળતા નથી અને કોઈપણ પ્રશ્નનું નિરાકરણ પણ લાવતા નથી. વોર્ડ નંબર પાંચ ના રહીશો હાલ તો નગરપાલિકા પ્રમુખ પ્રવીણ કરકર કારોબારી ચેરમેન અશ્વિન મકવાણા સહિત નગરપાલિકાના સત્તાધીશો સામે રણચંડી બની છે અને જો નગરપાલિકા દ્રારા વિતરણ થતા પીવાના પાણી સાથે જે ગટરના દૂષિત ગંધાતા પાણી ભળી ગયા છે તેનું નિરાકરણ નહીં લાવે તો મહિલાઓ નગરપાલિકાને ઘેરાવ કરી પ્રમુખને ઘેરાવ કરી આગળની કાર્યવાહી કરશે તેવું જણાવેલ છે.


હાલ તો નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત સતાધીશો નેતાઓ સાથે ફોટા પાડવામાં અને વાહ વાહી કરવામાં દેખાઈ રહ્યા છે પરંતુ સતાધિશોને શહેર નાપ્રાથમિક પાયાના પ્રશ્નો નિરાકરણ કરવામાં કે તેનું કામ કરવામાં રસ નથી...??

હાલ બાબરા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત તમામ સતાધીશોને આગામી ચૂંટણીમાં બાબરા શહેરની પ્રજા તેમની કામગીરીનો યોગ્ય જવાબ આપશે જ તેવું પણ રહીશોમાં ચર્ચા રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application