રાજ્યના 16 IASની બદલી, મનીષ ગુરવાની રાજકોટ ડેપ્યુટી મ્યુ. કમિશ્નર અને મનીષ કુમાર ભાવનગર કલેક્ટર તરીકે નિયુક્ત 

  • April 09, 2025 09:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકારે રાજ્યના 16 IAS અધિકારીઓની બદલીના આદેશો જારી કર્યા છે. જેમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર, પાટણ અને મહિસાગરના કલેક્ટર સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાત કરીએ તો ભાવનગરના કલેક્ટર તરીકે મનીષ કુમારની નિમણૂક જ્યારે મનીષ ગુરવાનીને રાજકોટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


  • દિલીપ કુમાર રાણા, IAS, વડોદરા મ્યુનિસિપલ કમિશનરની બદલી કરીને તેમને ઉચ્ચ શિક્ષણ કમિશનર, ગાંધીનગર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

  • ડૉ. એન.કે. મીના, IAS, મત્સ્યઉદ્યોગ નિયામક, ગાંધીનગરને ભાવનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

  • તુષારકુમાર વાય. ભટ્ટ, IAS, મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ, ગાંધીનગરને પાટણના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

  • મનીષ કુમાર, IAS, મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ, ગાંધીનગરને ભાવનગરના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

  • અરુણ મહેશ બાબુ, IAS, મેનેજિંગ ડિરેક્ટર, ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ, મહેસાણાને વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

  • નેહા કુમારી, IAS, કલેક્ટર, મહિસાગરને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન, ગાંધીનગરના મિશન ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

  • અર્પિત સાગર, IAS, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરાને મહિસાગરના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

  • મનીષ ગુરવાણી, IAS, મિશન ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન, ગાંધીનગરને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • ગુરવ દિનેશ રમેશ, IAS, નિયામક, ઉચ્ચ શિક્ષણ, ગાંધીનગરને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.




રાજ્ય સરકારે વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ બદલીઓ કરી છે. બદલી પામેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમના નવા હોદ્દા પર કાર્યભાર સંભાળવાનો આદેશ આપવામાં આવ્યો છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application