અત્યારે શું નીકળ્યા ચાલો સાઈડમાં આવો, ઉભા રહો, આવા સવાલો કાલે જયાપાર્વતીના જાગરણમાં માર્ગેા પર ઉતરેલી પોલીસ અધિકારીઓ દ્રારા ટુ વ્હીલર, ફોર વ્હીલરમાં નીકળેલાઓને રોકીને પુછાતા હતા, જો યોગ્ય પ્રત્યુતર ન હોય કે જાગરણમાં ઉજાગરા કરવા નીકળેલા ભમરાઓ હોવાનું પોલીસને દેખાય તો આવા ઈસમોને પોલીસે બરોબરના પાઠ ભણાવી પોંખ્યા હતા. ગતરાત્રે જાગરણમાં યુવતીઓ કે પરિવારોમાં નીકળનારા લોકોને કોઈ ખલેલ ન પડે, છેડતી કે આવી કોઈ ઘટના ન બને લુખ્ખાઓ કે ટપોરીઓ કે આવા તત્વો શાનમાં રહે તે માટે રાજકોટના માર્ગેા પર ક્રાઈમ બ્રાંચ, એસઓજી, એલસીબીની ટીમો ઉપરાંત જે તે પોલીસ મથકનો સ્ટાફ બંદોબસ્તમાં ખડેપગે રહ્યો હતો. વાહન ચેકીંગ કરાયા હતા. બ્લેક ગ્લાસવાળા વાહનો સામે પણ કાર્યવાહી કરાઈ હતી. કયાંક કયાંક કોઈકને ઉઠક બેઠક પણ કરાવાઈ હતી. રેસકોર્ષ રીંગરોડ, કાલાવડ રોડ જેવા માર્ગેા પર પોલીસે વધુ સતર્કતા દાખવી હતી અને જાગરણ શાંતિપૂર્ણ સંપન્ન થયું હતું. (તસવીર : દર્શન ભટ્ટી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application6G પેટન્ટ ફાઇલ કરનારા ટોચના 6 દેશમાં ભારત સામેલ
May 15, 2025 10:31 AMબંધારણ રાષ્ટ્રપતિને બિલ પર નિર્ણયનો અધિકાર આપે તો સુપ્રીમ કેવી રીતે દખલ કરી શકે ? મુર્મુ
May 15, 2025 10:30 AM225 મદરેસા, 30 મસ્જિદો, 25 દરગાહ અને 6 ઇદગાહ પર યોગી સરકારની કાર્યવાહી
May 15, 2025 10:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech