એજન્સીના ગોડાઉનમાંથી ૧૦૦૦ પેટી સોડાની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ

  • May 22, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના રૈયા રોડ પર આવેલી દ્રારકેશ એજન્સીના ગોડાઉનમાંથી અલગ અલગ લેવરની કુલ ૧૦૦૦ પેટી સોડાની ચોરીનો યુનિવર્સિટી પોલીસે ભેદ ઉકેલ નાખ્યો છે. પોલીસે આ ચોરીમાં અહીં એજન્સીમાં નોકરી કરનાર શખસ અને તેના બે મિત્રોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી દાવત સોડાની ૧૦૦૦ બોટલ, ત્રણ મોબાઇલ અને ડુપ્લીકેટ ચાવી સહિત ૨.૬૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. આરોપીઓએ મોજશોખ પૂરા કરવા માટે ચોરી કરી હોવાનું રટણ કયુ હતું.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, લમીનગર મેઇન રોડ પર નંદકિશોર સોસાયટીમાં રહેતા અને રૈયા રોડ પર દ્રારકેશ પાર્ક પાસે દ્રારકેશ સેલ્સ એજન્સીના ગોડાઉનમાં દાવત સોડાની એજન્સી ધરાવનાર અજયભાઈ નરસિંહભાઈ ભેસાણીયા (ઉ.વ ૨૮) દ્રારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેમના આ ગોડાઉનમાંથી કોઈ શખસોએ અલગ–અલગ લેવરની કુલ .૨.૪૨ લાખ કિંમતની ૧૦૦૦ પેટી સોડા બોટલ ચોરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.
ચોરીના આ બનાવને લઇ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એન.આઇ.રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.આર.ભરવાડ તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ વાળા, મહેન્દ્રસિંહ ડોડીયા,મહિપાલસિંહ જાડેજા, અને કોન્સ્ટેબલ મૈસુરભાઈ કુંભારવાડીયા, ગોપાલસિંહ જાડેજા,યોગરાજસીંહ ગોહિલને મળેલી બાતમીના આધારે જે.કે.ચોક નકળગં હોટલ પાસેથી ત્રણ શખસોને આ ચોરી પ્રકરણમાં ઝડપી લીધા હતા.
ઝડપાયેલા શખ્સોના નામ ક્રિશ અલ્પેશભાઈ જોશી( રહે ગાંધીગ્રામ અંજની પાર્ક શેરી નંબર ૪), ભાવિક દિનેશભાઈ રાઠોડ (રહે કુવાડવા રોડ ડીમાર્ટવાળી શેરી સીટી સેલેનીયમ એપાર્ટમેન્ટ) અને સાગર ધ્રુવ બીકે (રહે લમીનગર નાલા પાસે) હોવાનું માલુમ પડું હતું પોલીસે આ શખ્સો પાસેથી ૧૦૦૦ પેટી સોડા અલગ અલગ ત્રણ મોબાઇલ અને ડુપ્લીકેટ ચાવી સહિત ૨,૬૯,૯૫૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આ ત્રણેય શખસો મિત્રો હોય ક્રિસ અહીં દાવત એજન્સીમાં જ નોકરી કરે છે. ત્રણેયએ મોજશોખ પૂરા કરવા માટે ચોરીનો પ્લાન બનાવ્યો હતો. ક્રિશે નકલી ચાવી પણ બનાવી લીધી હતી બાદમાં ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. ચોરી કર્યા બાદ ૫૦૦ પેટી સોડા વેચી પણ નાખી હતી આ મામલે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application