BREAKING NEWS

‘વેલકમ ટુ ધ જંગલ’ની રફતાર ધીમી પડી

  • July 02, 2026 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડના ખિલાડી અક્ષય કુમાર અને ૩૪ કલાકારોની વિશાળ ફોજ ધરાવતી મલ્ટિસ્ટારર કોમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ઓપનિંગ વીકેન્ડ પર રેકોર્ડતોડ કમાણી કર્યા બાદ, હવે વર્કિંગ ડેઝ  શરૂ થતાં જ ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. અહમદ ખાનના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ ભારતમાં ભલે હજુ ૧૦૦ કરોડની નજીક પહોંચી રહી હોય, પણ વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર તેણે ૧૦૦ કરોડનો આંકડો વટાવી દીધો છે, વર્ષ 2026ની ત્રીજી સૌથી મોટી ઓપનરઆ ફિલ્મે રિલીઝ થતાંની સાથે જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વર્ષ ૨૦૨૬માં રિલીઝ થયેલી ફિલ્મોમાં ‘બોર્ડર ૨’ અને ‘ધુરંધર ૨’ પછી ‘વેલકમ ટુ ધ જંગલ’ ત્રીજી સૌથી મોટી બોલીવુડ ઓપનર ફિલ્મ બની ગઈ છે. અહેવાલ મુજબ, ફિલ્મે છઠ્ઠા દિવસે એટલે કે બુધવારે ભારતમાં આશરે ૬ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

ફિલ્મની રફતાર જોતાં આશા છે કે તે સાતમા દિવસે  ભારતમાં ૯૦ કરોડનો આંકડો સરળતાથી પાર કરી લેશે. આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં એકસાથે ૩૪ જાણીતા કલાકારો કામ કરી રહ્યા છે. જેમાં અક્ષય કુમારની સાથે સુનિલ શેટ્ટી, પરેશ રાવલ, અર્શદ વારસી, રવીના ટંડન, દિશા પાટની, જેકલીન ફર્નાન્ડીઝ, લારા દત્તા, જેકી શ્રોફ, કૃષ્ણા અભિષેક અને કીકુ શારદા જેવા દિગ્ગજો પોતાની કોમેડીથી લોકોને હસાવી રહ્યા છે. ભલે વર્કિંગ ડેઝમાં ફિલ્મ થોડી ધીમી પડી હોય, પણ વીકેન્ડ પર આ ફિલ્મ ફરી મોટી છલાંગ લગાવશે તેવી ટ્રેડ એનાલિસ્ટ્સને આશા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application