નફ્ફટાઇની હદ વટાવી, રાજકોટમાં 28 દીકરીને રડાવનાર સમૂહલગ્નના મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલાને શરમ પણ ન આવી, કર્યું આવું

  • February 22, 2025 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના રેલનગરમાં મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે ઋષિવંશી સમાજ દ્વારા આયોજિત આજે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 28 યુગલના લગ્ન થવાના હતા. જોકે છેલ્લી ઘડીએ આયોજકો ફરાર થતા વરરાજા અને કન્યાઓ રઝળી પડી હતી. વર પક્ષ અને કન્યા પક્ષના લોકોએ હોબાળો કરતા પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડવા માટે હાજર વરરાજા અને કન્યાના લગ્ન કરાવ્યા હતા. જોકે, આ સમૂહલગ્નનો મુખ્ય આયોજક ચંદ્રેશ છાત્રોલાની નફ્ફટાઇ સામે આવી છે.  


ચંદ્રેશ છાત્રોલા હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છે તેવા સ્ટેટ્સમાં ફોટા મુક્યા છે. ચંદ્રેશ છાત્રોલાએ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોય તેવા ફોટો સ્ટેટસમાં મુક્યા હોવાની વાત સામે આવી છે. ફોટો-રિપોર્ટમાં મુકી પોતાનો બચાવ કરવા લાગ્યા છે. પરંતુ મુર્ખામી ભરી વાત એ છે કે લગ્નના આગલા જ દિવસે તમે બીમાર પડી બધા નાટકો કર્યા? તેવા સવાલો લોકોમાં ઉઠ્યા છે. ચંદ્રેશ છત્રોલાના હોસ્પિટલમાં દાખલ થયો તેના CCTV સામે આવ્યા છે. જોકે, દાખલ થયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. 


છ યુગલોના લગ્ન કરાવ્યા
સામાજિક આગેવાનો અને પોલીસે જવાબદારી લઈ 6 યુગલોના લગ્નની વિધિ કરવામાં આવી છે. તો સામાજિક સંસ્થાઓએ કરિયાવરની જવાબદારી ઉઠાવી છે આથી પરિવારજનોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.


શું છે સમગ્ર મામલો
રાજકોટનાં માધાપર ચોકડી નજીક આવેલી ADB હોટલ સામે આવેલા ગ્રાઉન્ડમાં ઋષિવંશી સમાજનાં નામે 28 સર્વજ્ઞાતિય દીકરીઓનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે બધા પરિવારો પાસેથી રૂ. 15થી 40,000 ઉઘરાવી લેવામાં આવ્યા હતા. જોકે આજે લગ્નના દિવસે સવારથી પરિવારો આવ્યા તો કોઈપણ આયોજકો હાજર હતા નહીં. જેના કારણે આ અંગે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને સૌપ્રથમ જે લોકોના લગ્ન અટક્યા હોય તે લગ્નો પૂર્ણ કરાવવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application