જામનગરમાં ઓશવાળ સમાજની એક જ વાત, સંસ્થાની મિલ્કત ભાડે નહીં

  • April 16, 2024 10:52 AM 

ઓશવાળ સેન્ટરમાં મળી જ્ઞાતિજનોની સભા: પ્રચંડ જનાક્રોશ દેખાયો: શાળા સંકુલ ભાડે આપવાની હરગીઝ માન્ય નહીં: ભીવંડી, વાપી સહિતના જ્ઞાતિ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા: તમામ આગેવાનોએ ધારદાર અને જોરદાર ભાષણ આપ્યા


ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ સંચાલિત ઓશવાળ ઇંગ્લિશ એકેડેમીવાળી જગ્યાને ભાડે આપવાના મુદ્દે જ્ઞાતિજનોનો પ્રચંડ આક્રોશ જોવા મળ્યો છે અને ઓશવાળ સેન્ટર ખાતે મળેલી વિશાળ સભામાં તમામ જ્ઞાતિજનોએ એક જ વાત કરી છે કે, સંસ્થાની મિલ્કત અને તેમાંય શાળા સંકુલ ક્યારેય ભાડે આપી શકાય નહીં, તમામ વક્તાઓએ આ સભામાં જોરદાર અને ધારદાર પ્રવચનો આપ્યા હતા. જેમાં જનાક્રોશ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો, તેના પરથી તે બાબત સ્પષ્ટ બની છે કે ઓશવાળ સમાજ સંસ્થાની કોઇપણ જગ્યાને કોઇ કાળે ભાડે આપવા દેશે નહીં.


જામનગરમાં ઓશવાળ સમાજની સંસ્થા સંચાલિત ઇંગ્લિશ એકેડેમીવાળી જગ્યા કથિત રીતે ભાડે અપાઇ હોવાના મુદ્દે તંત્રે તપાસની માંગણી સાથેની રજૂઆત અને જવાબદારોના ખુલાસા માંગ્યા બાદ જ્ઞાતિજનોએ બોલાવવામાં આવેલી મીટીંગમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ સંસ્થરાનહી વજઞગ્શયા મુદ્દે સર્વેથી રજૂઆતોનું સમર્થન કર્યું હતું.


શહેરના ઇન્દીરા માર્ગ પણ આવેલી ઓશવાળ શિક્ષણ રાહત સંઘના નેજા હેઠળની ઓશવાળ ઇન્ગિલશ એકેડેમીવાળી આશંકાથી જ્ઞાતિના જય જયંતિલાલ શાહ, સુભાષભાઇ ગડ્ડા (શાહ) સહિતનાઓએ થોડા દિવસો અગાઉ સંસ્થાના જવાબદારોના ખુલાસા પુછ્યા સાથે સમાજની કેન્યાના નાયરોબી ખાતેની માતૃ સંસ્થા દ્વારા જગ્યા ા. 1 ના ટોકનથી 99 વર્ષના પટ્ટે મળેલી હોવાનું જણાવી શહેર પ્રાંત અધિકારી અને શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી હતી. જે બાદ જ્ઞાતિજનોની બોલાવવામાં આવેલી સભામાં જય ગોસરાણી, ઓશવાળ સમાજના મેનેજીંગ ટ્રસ્ટી સુભાષભાઇ ગડ્ડા, પ્રમુખ ઓતુભાઇ શાહ, સ્પષ્ટ વકતા વિજય ગડા, સિરીષ સાવલા, વિમલ સુમરીયા, વાપીથી અરવિંદભાઇ શાહ, સ્મિતભાઇ દોઢીયા, ભિવંડીથી ધીરજ હરિયા, લાલપુરના સતીષ ખીમસીયા, ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘના ભૂતપૂર્વ પ્રમુખ ભરત હંસરાજ દોઢીયા, મહાજનના પ્રમુખ કમલ ગોસરાણી સહિતના અનેક આગેવાનો, જ્ઞાતિજનોએ ધારદાર અને જોરદાર ભાષણ આપ્યા હતા, મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા અને જાગૃત જ્ઞાતિજનો દ્વારા થતી કાર્યવાહીનું સમર્થન કર્યું હતું. આમ ઓશવાળ જૈન સમાજની શાળાનો મામલો જ્ઞાતિમાં ચચર્નિો વિષય બન્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application