રાજકોટ નૂતન વર્ષના પ્રારંભે આજે રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના બુલડોઝર પહેલી વખત કચેરી બહાર નીકળ્યા હતા અને રૈયા ચોકડી નજીક એક ગેરકાયદે કમ્પાઉન્ડ વોલનું ડિમોલિશન કરાયું હતું, યારે મવડી મેઇન રોડ અને રામાપીર ચોકડીએ ત્રણ ગેરકાયદે બાંધકામ સીલ કરવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરાઇ હતી. આમ છતાં મવડીમાં સીલીંગ વેળાએ ડખ્ખો થયાનું અને ભલામણોનો ધોધ વરસ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે, અલબત્ત ટાઉન પ્લાનિંગ બ્રાન્ચએ માથાકૂટને ગણકાર્યા વિના પોતાની કામગીરી આગળ ધપાવીને ગેરકાયદેસર બાંધકામ સીલ કયુ હતું
મવડી મેઇન રોડ શ્રી હરિ કોમ્પ્લેકસ
મવડી મેઇન રોડ ઉપર શ્રી હરિ કોમ્પ્લેકસમાં ફસ્ર્ટ લોર ઉપર આવેલી સંજયભાઇ પારેખની તિપતિ બાલાજી જવેલર્સ (ચાંદી હત્પંડી)નામની જવેલરી શોપમાં ગેરકાયદે સીડીનું બાંધકામ કરતા તેમને નોટિસ આપવા છતાં ગેરકાયદે બાંધકામ દૂર નહીં કરતા આજે આ શોમ સીલ કરવામાં આવ્યો હતો. મવડી મેઇન રોડ ઉપર ઉદય નગર–૨, શેરી નં.૩માં આવેલી અશોકભાઈ લાઠીયાની શિવમ ટેઇલર શોપમાં ફસ્ર્ટ લોર ઉપર ગેરકાયદે બાંધકામ કરતા નોટિસ ફટકારી હતી છતાં ગેરકાયદે બાંધકામ દૂર નહીં કરતા આજે આ ટેઇલર શોપ સીલ કરાઇ હતી.
રૈયા ચોકડી શાંતિ નિકેતન પાર્ક
આલાપ ગ્રીન સોસાયટીની બાજુમાં રૈયા ચોકડી પાસે આવેલા શાંતિ નિકેતન પાર્ક બહારથી અંદાજે ૧૨૦૦ ચોરસ મીટર વિસ્તારમાં બનાવેલી કમ્પાઉન્ડ વોલ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અહીં છેલ્લા ઘણા સમયથી વલણ બાબતે વિવાદ ચાલી રહ્યો છે અને અવારનવાર કમ્પાઉન્ડ બનાવી નાખવામાં આવે છે અને ફરિયાદ મળતા તેનું ડિમોલિશન કરવામાં આવે છે અહીં લગભગ ચોથી વખત ડિમોલિશન કરવામાં આવ્યું હોવાનું સ્ટાફના વર્તુળોએ જણાવ્યું હતું.
રામાપીર ચોકડી લાભદીપ સોસાયટી
રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧માં ૧૫૦ ફટ રીંગ રોડ ઉપર રામાપીર ચોકડી પાસે આવેલી લાભદીપ સોસાયટીમાં એક આસામી દ્રારા તેના કબજા– વપરાશમાં આવેલી મિલકત ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનું ધ્યાને આવતા કલમ–૨૬૦ (૧) હેઠળની નોટિસ ફટકારવામાં આવી હતી તેમ છતાં માર્જિનની જગ્યામાં કરાયેલું ગેરકાયદે બાંધકામ દૂર નહીં કરાતા કલમ–૨૬૦(૨)ની નોટિસ ફટકારાઇ હતી ત્યારબાદ પણ બાંધકામ દૂર નહીં કરતા આજે આ બાંધકામ સીલ કરવામાં આવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech